શૅરમાર્કેટમાં મોટો લૉસ થતાં મારી હાલત કફોડી થઈ ગઈ હોવાથી હવે ગર્લફ્રેન્ડને મારામાં રસ નથી રહ્યો

ખૂબ નાના પરિવારમાં મોટો થયો છું. મારી ગરીબાઈને કારણે કૉલેજમાં હું છોકરીઓ સાથે થોડુંક અંતર રાખતો હતો.

man1

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ :
ખૂબ નાના પરિવારમાં મોટો થયો છું. મારી ગરીબાઈને કારણે કૉલેજમાં હું છોકરીઓ સાથે થોડુંક અંતર રાખતો હતો. મારે માત્ર કમાણી કરીને ઘર ઊંચું લાવવું હતું અને પ્રેમમાં પડીને મારે ફોકસ નહોતું ગુમાવવું. આ જ કારણોસર ૨૫ વર્ષનો થયો ત્યાં સુધી સમ ખાવા પૂરતી એકેય ગર્લફ્રેન્ડ નહોતી. ગ્રૅજ્યુએશન પૂરું કરીને મેં એક બોલ્ટમાં કામ કરવાનું શરૂ કરી દીધું. ક્લાયન્ટના પૈસામાંથી ટ્રેડિંગ કરીને મને ઘણું કમાવા મળ્યું. બે વર્ષમાં તો મેં મારું કામ અલગથી શરૂ કરી દીધું. હું મારા પૈસા પણ લગાડતો અને ફ્રેન્ડ્સ અને ફૅમિલીના પણ. મારા કારણે લોકો લાખો રૂપિયા કમાયા પણ ખરા. ત્રણ વર્ષથી એક ગર્લફ્રેન્ડ છે. જોકે વર્ષ પહેલાં મારી એક બાજી અવળી પડી અને મોટો લૉસ થયો. સગાંસંબંધીઓ વહાલા મટીને ઉઘરાણી કરવા માંડ્યા. મેં લોકોની પાઈપાઈ ચૂકવી દીધી, પણ એને કારણે મારી હાલત પાતળી થઈ ગઈ. જ્યારથી આ ઘટના ઘટી છે ત્યારથી મારી ગર્લફ્રેન્ડ મારાથી ડિસ્ટન્સ રાખવા લાગી છે. તે મને મળતી નથી અને જ્યારે પણ મળે છે ત્યારે ફાઇનૅન્શ્યલ સિક્યૉરિટીની ચિંતા વ્યક્ત કરતી હોય છે. એક તો હું પહેલેથી જ આર્થિક ફટકાને કારણે હેરાન થયો છું અને બીજી તરફ ગર્લફ્રેન્ડ પણ મને સમજતી નથી.

અત્યાર સુધી સાથે બેસીને સપનાં જોયાં હતાં, પણ જ્યારે મુશ્કેલ સમય આવ્યો છે ત્યારે તે મોં ફેરવી રહી છે. તેના વિના હું નહીં જ રહી શકું એવું લાગે છે. મને પૈસો ગુમાવવા કરતાં વધુ દુખ ગર્લફ્રેન્ડ ગુમાવવાનું છે. અત્યારે તો ફરીથી બેઠા થવા માટે મેં ફરી જૉબ શરૂ કરી છે, પરંતુ મન લાગતું જ નથી.

જવાબ :
કહેવાય છે કે સુખમાં સાથે હોય એ તાળીમિત્રો હોય છે, પરંતુ જે દુખમાં પડખે રહે એ જ સાચો મિત્ર હોય. તમારો વિષાદ સ્વાભાવિક છે; પરંતુ જે સ્થિતિ પેદા થઈ છે એ તમારા માટે વરદાનરૂપ બનીને આવી છે એવું માનવું જોઈએ. મોટા ભાગે સુખ હોય ત્યારે સાચા સંબંધો કયા એ ખબર નથી પડતી. દુ:ખમાં જ કયા સંબંધો સાચા છે એ સમજાય છે.

શૅરબજારની ખોટે તમને એક બહુ મોટા ભ્રામક સંબંધમાંથી બચાવ્યા છે એમ કહેવાય. એના માટે રડવાનું નહીં, ખુશ થવાનું હોય. તમે પોતે જ કહો છો એ મુજબ પૈસા જતા રહેતાં તેણે તમારો સાથ છોડી દીધો છે, તે તમને મળવાનું ટાળે છે અને હવે તેને તમારામાં રસ નથી. એનો મતલબ શું થટો? તેને તમારામાં વધુ રસ હતો કે તમારા પૈસામાં? એક કહેવત છે કે જે વ્યક્તિની લાગણીઓ બદલાયેલા સંજોગોની સાથે બદલાઈ જાય છે તેનો ક્યારેય ભરોસો ન કરવો. સમય, સંજોગો અને સંપત્તિને જોઈને રંગ બદલતા લોકો સાથે લાંબા ગાળાના સંબંધો બાંધવામાં આવે તો એ ભવિષ્યમાં પણ મુશ્કેલીઓને નોતરું આપે છે. ભગવાને તમારા માથે મુશ્કેલી મૂકીને તમને ભવિષ્યમાં આવનારી તકલીફોમાંથી ઉગારી લીધા છે એવું માનશો તો તકલીફ ઓછી થશે.

બની શકે કે તમે ફરીથી બેપાંદડે થાઓ તો તે ફરીથી પાછી તમારી પાસે આવે પણ ખરી. શું તમને લાગે છે કે પૈસાની શરતે બંધાયેલા આવા સંબંધો લગ્નજીવનનું કાયમી સુખ આપી શકશે? લાગણીઓમાં તણાયા વિના વિચારશો તો હાલમાં નાણાકીય સ્થિરતા મેળવવી એ પહેલી પ્રાયોરિટી છે. જો મન દઈને કામ કરશો તો જે ગુમાવ્યું છે એ પાછું મળી જશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK