શંકાશીલ પતિ સાથે છૂટાછેડાનો કેસ ચાલે છે અને હું બીજા યુવકના પ્રેમમાં છું

શંકાશીલ પતિ અને સાસરિયાંઓના ત્રાસને કારણે લગ્નના દોઢ વરસમાં જ હું પિયર પાછી આવી ગઈ હતી.

depress

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : હું ૩૧ વરસની છું. શંકાશીલ પતિ અને સાસરિયાંઓના ત્રાસને કારણે લગ્નના દોઢ વરસમાં જ હું પિયર પાછી આવી ગઈ હતી. અત્યારે છૂટાછેડા માટેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ વાતને લગભગ અઢી વરસ થશે. હાલમાં હું મમ્મી-પપ્પા સાથે રહું છું. ડિપ્રેશનમાંથી બહાર આવવા નોકરી ચાલુ કરી અને હવે ભૂતકાળ ભૂલીને ખુશ છું. છેલ્લા પાંચેક મહિનાથી ઑફિસના એક યુવક સાથે મન મળી ગયું છે. તે અવારનવાર મને ઘરે મૂકવા પણ આવે છે અને એ વખતે મારા પેરન્ટ્સે તેને જોયો પણ છે. તે મને ખૂબ જ પ્રેમ કરે છે, પણ મારી મમ્મી મને આ સંબંધમાં ઝડપથી આગળ વધવાની ના પાડે છે. અમે ફિઝિકલી પણ આગળ વધી ચૂક્યાં છીએ, પણ મમ્મીને એની ખબર નથી. મેં ઑફિસમાં રજા લીધી હોય ત્યારે પણ તે મને વારંવાર હું ક્યાં છું, શું કરું છું અને કોની સાથે છું એવુંબધું પૂછuા કરે છે. તે મને મિસ કરતો હોય છે, પણ એ મારી મમ્મીને પઝેસિવનેસ અને શંકાશીલતા લાગે છે. ક્યારેક તે ઑફિસમાં કામ કરતા લોકોને ફોન કરીને મારા વિશે પૂછuા કરે છે. તેના પરિવારજનોને મળવાની વાત ટાળે છે. હું બીજા સાથે ચૅટિંગ કરતી હોઉં અને તેને વૉટ્સઍપ પર જવાબ આપવામાં મોડું થાય તોય ભડકી ઊઠે. તે મારાથી સિનિયર પોઝિશન પર છે એટલે અમુક ચીજો તેને પૂછું તો તને એ બધું ન કહેવાનું હોય એમ કહીને ઉતારી પાડે છે. જોકે ઑફિસની બહાર તે મને એટલો પ્રેમ કરે છે કે મને બીજા કોઈની સાથે સાંખી નથી શકતો. મારી મમ્મી કહે છે કે જ્યાં સુધી ડિવૉર્સ થાળે ન પડે ત્યાં સુધી આ છોકરા સાથે આગળ વધવાનું ટાળ. એ પછી પણ મારી મમ્મીનું મન તો ઓછું જ છે. બીજી તરફ છૂટાછેડાના કેસમાં હજીયે તારીખો પડી રહી છે. બધું જ ડિલે થઈ રહ્યું છે. મારે શું કરવું?

જવાબ :
તમારી મમ્મી જે કંઈ કહી રહી છે એના પર ઠંડા દિમાગથી વિચાર કરવો જરૂરી છે. તમે એક વાર લગ્નસંબંધમાં ઠોકર ખાઈ ચૂક્યાં છો. હવે ફરીથી કોઈ ઉતાવળિયો નિર્ણય લઈને જિંદગી વધુ કઠિન ન થઈ જાય એ માટે તમારી મમ્મીની તકેદારીઓ યોગ્ય જ છે. તમારે સૌથી પહેલું ફોકસ જલદીથી ડિવૉર્સ મળે એ રાખવું જોઈએ. બીજું, કોઈ સંબંધમાંથી છુટકારો મેળવવાની સાથે-સાથે એ સંબંધમાં થયેલી ભૂલોની શીખ પણ ગાંઠે બાંધવી જોઈએ. તમારા પહેલાંના પતિ સાથેના સંબંધોમાં ક્યાં અને શું તકલીફો આવી, કેમ આવી એ સમજીને હવે પછીના સંબંધોમાં શું કાળજી રાખવી એ વિશે સભાનતાપૂર્વક વિચાર કરવો જરૂરી છે.

જરાક ઑબ્જેક્ટિવલી વિચારજો. પહેલો પતિ શંકાશીલ હતો તો આ નવો યુવક પણ અલગ પ્રકારે શંકાઓ જ કરે છેને? તેની પહેરેદારીને પઝેસિવનેસ કહીને તમે અત્યારે રાજી થાઓ છો, પણ શું તમે જિંદગીભર દર કલાકનો હિસાબ આપવો પડે એવી જડબેસલાક પઝેસિવનેસ સહન કરી શકશો ખરાં?

તમે ફિઝિકલી ઇન્ટિમેટ થઈ ચૂક્યાં છો એટલે એક પ્રકારનું ઇમોશનલ બૉન્ડ બંધાઈ જાય એ સ્વાભાવિક છે, પરંતુ એને કારણે તમારે વધુ તકેદારીઓ પણ રાખવી જરૂરી છે.

જીવનના આ તબક્કે તમને જીવનસાથીની તીવ્ર ઝંખના હોય એ સમજી શકાય એમ છે, પણ એક વાર જૂના સંબંધમાંથી છૂટા થવા જેટલી ધીરજ તો રાખવી જ પડશેને? જો તમે કમ્પૅન્યન માટે ડેસ્પરેટ થઈને વર્તશો તો બની શકે કે પહેલાં લગ્ન જેવી જ ભૂલ ફરીથી થઈ જાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy