કહેવાય છે કે યુવાનીમાં તો માત્ર આકર્ષણ જ થાય, પરંતુ એ ખરેખર પ્રેમ નથી એ કેવી રીતે સમજાય?

સૌથી પહેલાં તો એ સમજવાની જરૂર છે કે પ્રેમ એ પ્રેમ છે. એ સાચો કે ખોટો ન હોય

ુહબ




સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : કૉલેજમાં ભણતા દરેક છોકરા-છોકરીને આજકાલ ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડ હોય જ છે. જો કોઈને ન હોય તો નવાઈ લાગે. એને કારણે ઘણા સ્ટુડન્ટ્સનું ભણવાનું પણ બગડે છે, પરંતુ આ જ ટ્રેન્ડ થઈ ગયો છે. અમે જ્યારે ફ્રેન્ડ્સની સાથે આ બાબતે વાત કરતા હોઈએ છીએ ત્યારે બધા કહેતા હોય છે કે તેમને સાચો લવ છે. હું પણ મારી ગર્લફ્રેન્ડ માટે એવું જ કહું છું. જોકે વડીલો કહેતા હોય છે કે આ ઉંમરે પ્રેમ નહીં, આકર્ષણ જ હોય. મેં પણ જોયું છે કે છોકરાઓ હંમેશાં સારી દેખાતી છોકરીને જ લાઇન મારવાની કોશિશ કરતા હોય છે. જ્યારે આપણે કોઈનો દેખાવ જોઈને તેના પ્રેમમાં પડીએ છીએ ત્યારે કેવી રીતે કહેવાય કે તેના માટે અટ્રૅક્શન નહીં પણ પ્રેમ છે? આ બન્નેનો ભેદ બહુ અઘરો છે. આવામાં કેવી રીતે સમજવું કે મને કોઈ વ્યક્તિ ગમે છે એમાં તેના પ્રત્યેનું આકર્ષણ જવાબદાર છે કે તેના પ્રત્યે રિયલ લવ કારણભૂત છે? યુવાનોને કેવી રીતે ખબર પડે કે તેમને સાચો પ્રેમ નથી? મને લાગે છે કે આ બાબતની સમજ મળશે તો મારા સહિત મારી જનરેશનના ઘણા લોકોને એનાથી ફાયદો થશે.

જવાબ : સૌથી પહેલાં તો એ સમજવાની જરૂર છે કે પ્રેમ એ પ્રેમ છે. એ સાચો કે ખોટો ન હોય. જ્યારે વ્યક્તિ પોતાની અન્ય લાગણીઓને પ્રેમનું નામ આપે ત્યારે પ્રેમ હોવાની ભ્રમણા પેદા થાય છે જે હકીકતમાં આકર્ષણ હોય છે. પહેલી નજરે જ પ્રેમમાં પડી જવાની વાતો મોટા ભાગે કવિતાઓ, નવલકથાઓ અને રોમૅન્ટિક ફિલ્મોમાં જ સાકાર થાય છે. ફિલ્મોએ પ્રેમનું એવું કાલ્પનિક અને અવાસ્તવિક ચિત્રણ આપણા મગજમાં ઠૂંસી દીધું છે કે આપણે વાસ્તવિકતાની ધરતી પર ઊભા રહીને પ્રેમને સમજવા તૈયાર નથી થતા.

ખેર, તમને સવાલ થયો એ સારું છે, પરંતુ કોઈ પણ વ્યક્તિને બીજી વ્યક્તિ માટે આકર્ષણ છે કે પ્રેમ એનો જવાબ તમે ધારો છો એટલો સહેલો નથી. આ સવાલનો જવાબ મેળવવા માટે જે-તે સંબંધને થોડોક સમય આપવો જોઈએ. આ જ મારો સાચો પ્રેમ છે, તારા વિના મારી જિંદગી નથી, આની સાથે જ લગ્ન કરીને જંપીશ, તેને પામવા માટે દુનિયા સાથે લડી લઈશ.... વગેરે પ્રકારનાં તારણો પર આવતાં પહેલાં જે-તે વ્યક્તિને અને તમારા તેની સાથેના સંબંધને સમજવો જરૂરી છે.

આકર્ષણ ઇન્સ્ટન્ટ બાબત છે અને પ્રેમને પાકવા થોડોક સમય જોઈએ છે. કોઈ સરસ મજાની સજાવટ કરેલી વાનગી જોતાં જ ગમી જાય એ સ્વાભાવિક છે, પરંતુ એ મીઠાઈ તમને ભાવશે કે નહીં એ નક્કી કરવા તમારે એ ચાખવી પડે, ધીમે-ધીમે મોંમાં મમળાવવી પડે. એ જ રીતે જોતાંની સાથે ગમી ગયેલી વ્યક્તિને સમજવા માટે તમારે તેને પહેલાં મમળાવવી પડે.

આકર્ષણમાં ઉત્કટતા અને મેળવી લેવાની તાલાવેલી તીવ્ર હોય જ્યારે પ્રેમમાં ધીરજ અને શાંતિ રાખી શકવાની ક્ષમતા હોય. ટીનેજ અને યુવાનીમાં હૉમોર્ન્સનો ઉછાળ એટલો તીવþ હોય છે કે વ્યક્તિ જે છે એને એવું જ જોવાની ક્ષમતા ગુમાવી બેસે છે. જાણીતા લેખક અને નવલકથાકાર કાજલ ઓઝા વૈદ્ય કહેતાં હોય છે કે જોવાથી થાય એ આકર્ષણ અને જાણવાથી થાય એ પ્રેમ. મને આ વાત બહુ જ સાચી લાગે છે. એટલે જ કૉલેજમાં જે સંબંધો બંધાય છે એને બૉયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડના ટૅગ આપવાને બદલે બેસ્ટ-ફ્રેન્ડના ટૅગ હેઠળ રાખીને એકબીજાને વધુ સમજવા પર ફોકસ કરવું જોઈએ એવું મને લાગે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK