આગળ ભણવું, નોકરી કરીને મદદરૂપ થવું કે બાળક કરવું એના નિર્ણયમાં મદદ જોઈએ છે

મારી ઉંમર છે ૨૮ વર્ષ. હું MBA કરી રહી હતી એ દરમ્યાન સામાજિક કારણોસર મારે ભણવાનું અધવચ્ચેથી છોડવું પડ્યું.

depress

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : મારી ઉંમર છે ૨૮ વર્ષ. હું MBA કરી રહી હતી એ દરમ્યાન સામાજિક કારણોસર મારે ભણવાનું અધવચ્ચેથી છોડવું પડ્યું. પ્રેમમાં નિષ્ફળતા મળી અને આખરે મેં સમાધાન કરી લીધું. પેરન્ટ્સે બતાવેલા ઠેકાણે મેં લગ્ન કરી લીધાં. એ વાતને પણ હવે બે વર્ષ થશે. મને હતું કે હું પહેલા પ્રેમને ભૂલીને નવા સંબંધમાં સેટ નહીં થઈ શકું, પણ નસીબજોગે મારા હસબન્ડ ખૂબ જ સારા છે. અત્યાર સુધી હું ડિપ્રેશનમાં હતી, પણ મારા હસબન્ડના પ્રયત્નોથી હવે હું ખાસ્સી સ્વસ્થ છું. જોકે હવે ભવિષ્યને લઈને મને બહુ ચિંતા થાય છે. મારા હસબન્ડે લોન પર ઘર લીધું છે અને એ માટે દર મહિને મોટા હપ્તા ભરવાના આવે છે. એમાં પાછું હમણાં મારા હસબન્ડે નોકરી બદલી છે. આ નોકરી પર્મનન્ટ નથી. ગમે ત્યારે નોકરી નહીં હોય તો શું એની તલવાર માથે તોળાતી રહે છે. મને થાય છે કે મારે હસબન્ડને મદદ કરવી જોઈએ, પણ મારે હજી ભણતર પૂÊરું કરવાનું બાકી છે. અધૂÊરું ભણતર પૂÊરું કરવું કે પછી નોકરી પર લાગી જવું? બીજી તરફ સાસરિયાઓ તરફથી બાળક માટે પણ દબાણ થઈ રહ્યું છે. જો હું ભણ્યા વિના નોકરી કરીશ તો મને વધુ સારી જૉબ નહીં મળે. ધારો કે અત્યારે ભણીશ તો પતિને પૈસા કમાવામાં મદદ નહીં થઈ શકે. જો ભણીશ તો કમાવાનું અને બાળકનું પ્લાનિંગ બન્ને પાછાં ઠેલાશે. પરિવારજનોને એ વિશે સમજાવવાનું મુશ્કેલ થઈ જશે. ભવિષ્યની ચિંતાને લઈને બહુ ચિંતા થાય છે. શું કરવું અને કેવી રીતે કરવું એ જ સમજાતું નથી. મને આખો દિવસ વિચારો આવ્યા કરે છે. પાછળથી પસ્તાવો ન થાય એવો નિર્ણય લેવો છે.

જવાબ : જીવનમાં દરેક પગલે પસંદગીઓ કરવી પડતી હોય છે. તમે કશુંક કરવાનું નક્કી કરો ત્યારે ઑટોમૅટિકલી બીજી કેટલીક ચીજો નહીં કરી શકો એની પસંદગી આપમેળે થઈ જાય છે. તમે તાર્કિક રીતે સારું વિચારી શકો છો અને તમે જે નિર્ણય લેશો એને કારણે પરિણામ શું આવશે એનો પણ તમને અંદાજ છે. હવે સમજવાનું એ છે કે જીવનમાં શું જોઈએ છે એની પ્રાયોરિટી સેટ કરવી જરૂરી છે. બધું જ એકસાથે થઈ શકે એવું જ્યારે શક્ય ન હોય ત્યારે બે ચીજો થઈ શકે. એક તો તમારે શું કરવું છે એની પ્રાયોરિટી સેટ કરવી અને બીજું, મૅક્સિમમ ચીજો થઈ શકે એ માટે આપણી ક્ષમતાઓને વિસ્તારવી.

પ્રાયોરિટી એ અત્યંત અંગત અને વ્યક્તિગત બાબત છે એટલે તમારે પહેલાં આગળ ભણવું, કમાવા માટે નોકરીએ લાગવું કે પછી માતૃત્વ ધારણ કરી લેવું એમાંથી કોને મહત્વ આપવું છે એ તમારે જાતે જ નક્કી કરવું પડે. તમે લૉજિકલી વિચારી તો શકો જ છો કે કોઈ એકની પસંદગીથી બીજી બે બાબતોમાં કૉમ્પ્રોમાઇઝ થશે. કૉન્શ્યસલી આ સમજણ સાથે તમે પ્રાયોરિટી સેટ કરો એ જરૂરી છે.

બીજી બાબત છે ક્ષમતાઓને વિસ્તારવાની. એ માટે તમારે પ્રાયોરિટીને નજર સામે રાખીને વધુ ક્ષમતા કેળવવા માટે પ્રયત્ન કરવો પડે. મતલબ કે માત્ર ભણવું કે માત્ર નોકરી કરવી એને બદલે તમે ઑનલાઇન કોર્સ કરીને ભણવું અને સાથે જૉબ પણ કરવી એવું નક્કી કરી શકો. જોકે આ માટે તમારે તમારી હાલની ક્ષમતાઓને સ્ટ્રૅચ કરવી પડે. વધુ મહેનત પણ કરવી પડે. 

છેલ્લે, કદી પસ્તાવો ન થાય એ માટે તમે કયો નિર્ણય લો છો એ નહીં, નિર્ણય લેતી વખતે તમે કેટલા સ્પષ્ટ છો એ મહત્વનું છે. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK