એક્સ-બૉયફ્રેન્ડ ફરીથી જીવનમાં આવવા માગે છે અને હું શું કરું એ નક્કી નથી કરી શકતી

મારાં અરેન્જ્ડ લગ્નને અઢી વર્ષ થયાં છે. લગ્નની શરૂઆતના દિવસો સારા હતા, પણ મારો ભૂતકાળ સામે આવતાં વાત બદલાઈ ગઈ છે.

depress

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : મારાં અરેન્જ્ડ લગ્નને અઢી વર્ષ થયાં છે. લગ્નની શરૂઆતના દિવસો સારા હતા, પણ મારો ભૂતકાળ સામે આવતાં વાત બદલાઈ ગઈ છે. વાત એમ છે કે હું કૉલેજમાં હતી ત્યારે જે છોકરા સાથે મારું અફેર હતું તે લગ્ન પછી પતિનો દૂરનો સગો નીકળ્યો. હું ખૂબ રૂઢિચુસ્ત પરિવારમાં ઊછરી હોવા છતાં મેં મૉડર્ન લાઇફ-સ્ટાઇલ અપનાવી છે. મારાં પિયરિયાં કરતાં સાસરિયાં વધુ મૉડર્ન છે. જૂના બૉયફ્રેન્ડ સાથે હું બધી જ રીતે આગળ વધી ચૂકેલી. એક વાર ખૂબ ક્ષુલ્લક કારણોસર અમે ઝઘડી પડ્યાં અને છૂટાં પડી ગયાં. અમારી વચ્ચે અબોલા તૂટશે એવી એક વરસ રાહ જોઈ, પણ પછી સમાચાર આવ્યા કે તે નોકરી માટે હૈદરાબાદ જતો રહ્યો છે એટલે વાત ભૂલવી પડી. આખરે હું પેરન્ટ્સે બતાવેલા સમાજના છોકરા સાથે પરણી ગઈ. છ મહિના પહેલાં જ મને ખબર પડી કે મારો એક્સ-બૉયફ્રેન્ડ તો મારા હસબન્ડનો કઝિન બ્રધર થાય છે. તે પાછો મુંબઈ શિફ્ટ થયો છે અને હવે અવારનવાર અમારા ઘરે આવે છે. આમ હવે તો હું તેની ભાભી થાઉં, પરંતુ તે મને નામથી જ બોલાવે છે. તેણે હજી લગ્ન નથી કર્યાં. તે કહે છે કે તે હજી મને ભુલાવી નથી શક્યો. એ વખતના ઝઘડા અને અબોલા માટે માફી માગે છે અને હવે તે ફરી સારા દોસ્ત બનવાની પ્રપોઝલ આપે છે. એક તરફ મને પણ તેના પ્રત્યે ખેંચાણ થાય છે, પરંતુ બીજા લોકોને અમારા જૂના સંબંધોની ખબર પડશે તો આભ તૂટી પડશે એ વિચારે આગળ નથી વધતી. સાચું કહું તો મને પણ મારા હસબન્ડ કરતાં તેની સાથેના સંબંધોમાં વધુ આનંદ મળતો હતો. લગ્ન પછી પણ અમે એક-બે વાર એકાંતમાં મળ્યા છીએ. તે તો કહે છે કે હું છૂટાછેડા લઈને તેની સાથે જિંદગી વસાવું. મારે આવા સંજોગોમાં શું કરવું?

જવાબ :
લાગણીના સંબંધોમાં તણાઈ જવાનું સહજ છે, પરંતુ હવે તમારે જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ. ભલે તમને જૂના પ્રેમી સાથે સંબંધો આગળ વધારવાનું ખૂબ જ ગમતું હોય, પણ એ છાનુંછપનું કામ યોગ્ય તો નથી જ. તમે એ સંબંધને પાછળ મૂકીને તમારી જિંદગી આગળ વધારી દીધી છે. જો તમે લગ્ન ન કર્યાં હોત તો વાત જુદી હતી. હવે તમારે માત્ર તમારો જ નહીં; તમારા પતિના વિશ્વાસ, શ્રદ્ધા અને જિંદગીનો પણ વિચાર કરવાનો છે. તમે જ્યારે બૉયફ્રેન્ડ સાથે સંબંધ બાંધી શકો એમ હતાં ત્યારે ક્ષુલ્લક કારણોસર ઝઘડીને સંબંધને આકાર ન આપ્યો અને હવે જ્યારે કોઈ વ્યક્તિએ તમને નિ:શંક પ્રેમ આપ્યો છે ત્યારે તેને છોડવાની વાત કરવી એ ક્યાંનો ન્યાય છે?

એમ છતાં તમે જો તમારી જાતને રોકી ન જ શકતાં હો તો છાનગપતિયાં કરવાને બદલે સ્પષ્ટ થઈને છૂટા થઈ જાઓ અને જૂના પ્રેમી સાથે ફરી લગ્ન કરી લો. સમાજના ડરે તમે એવી હિંમત બતાવતાં ડરી રહ્યાં છો એટલે અહીં સવાલ પૂછ્યો છે, પણ એટલું યાદ રાખજો કે તમે તમારા પતિનો કોઈ વાંક ન હોવા છતાં તેમની જિંદગી રોળી રહ્યા છો.

તમે અત્યારે જૂના પ્રેમી સાથે પતિની સરખામણી કરી રહ્યા છો એ ઠીક નથી. માણસનો સ્વભાવ છે કે તેની પાસે જે ચીજ હોય છે એની કદર તેને નથી હોતી. આપણને હંમેશાં દૂરનો ડુંગરો વધુ રળિયામણો લાગે છે. મને લાગે છે કે જૂની લાગણીઓને બાજુ પર મૂકી દેશો તો થોડા જ સમયમાં બધું આપમેળે થાળે પડવા લાગશે.

Comments (1)Add Comment
...
written by Buddy, March 07, 2018
So true, Sejal - as always
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy