મારા ઘરમાં પ્રેમલગ્નનું નામ પણ લેવાય એમ નથી; પરંતુ હું ઑલરેડી એક છોકરીને પ્રેમ કરું છું, શું કરું?

મારા પેરન્ટ્સ કેટલા જિદ્દી છે એ મને ખબર છે. તમારી દૃષ્ટિએ શું મારે ગર્લફ્રેન્ડ સાથે કમિટેડ રહેવું જોઈએ કે પરિવારની વિરુદ્ધમાં જવું જોઈએ?

guy



સેજલને સવાલ - સેજલ પટેલ


સવાલ : મારી ઉંમર ૨૩ વર્ષ છે અને હું પોસ્ટ-ગ્રૅજ્યુએશન કરી રહ્યો છું. મને કૉલેજના સમયથી એક છોકરી ગમે છે અને અમે ઘણા સારાં દોસ્ત છીએ. અમારે બન્નેને પહેલાં કરીઅર બનાવવી છે. મારો પરિવાર બહુ ઑથોર્ડૉક્સ હોવાથી તેઓ પ્રેમલગ્નની વાત નીકળતાં જ ઊછળી પડે છે. સ્વાભાવિક રીતે જ મેં હજી ઘરમાં વાત નથી કરી. અમે ચોરીછૂપીથી મળીએ છીએ. ક્યારેક રોજનું કમ્યુટિંગ સાથે કરીએ તો ક્યારેક બપોરનું લંચ નાનકડી રેસ્ટોરાંમાં સાથે લઈએ. મારી સમસ્યા એ છે કે હું અત્યારે ગર્લફ્રેન્ડ સાથે બેસીને ભવિષ્યનાં સુંવાળાં સપનાં જોઉં છું અને બીજી તરફ મારા પરિવારજનો જ્ઞાતિ સિવાય ક્યાંય નહીં વિચારવાનું એવું કહે છે. તેમણે તો છોકરીઓ જોવાની પણ શરૂ કરી દીધી છે. મારાં દૂરનાં સગાંઓએ તો છોકરીઓનાં માગાં પણ મોકલવાં શરૂ કરી દીધાં છે. અત્યારે તો મેં કરીઅર માટે ત્રણ-ચાર વર્ષનો સમય માગ્યો છે એટલે કદાચ થોડોક સમય વાત ટળી જશે, પણ પછી શું? મારી ગર્લફ્રેન્ડ કહે છે કે આપણે મક્કમ રહીશું તો પેરન્ટ્સ જરૂર માનશે, પણ મારા પેરન્ટ્સ કેટલા જિદ્દી છે એ મને ખબર છે. તમારી દૃષ્ટિએ શું મારે ગર્લફ્રેન્ડ સાથે કમિટેડ રહેવું જોઈએ કે પરિવારની વિરુદ્ધમાં જવું જોઈએ?

જવાબ : પહેલી વાત તો એ સમજો કે ગર્લફ્રેન્ડ સાથે કમિટેડ રહેવાથી પરિવારની વિરુદ્ધમાં જ જવું પડશે એ વિચાર મનમાંથી કાઢી નાખો. પરિવાર તમારો દુશ્મન નથી. બની શકે કે તેમની પરંપરાગત વિચારસરણીમાં પ્રેમલગ્નને સ્થાન નહીં હોય, પણ તેમના દિલમાં દીકરાની ખુશીને ચોક્કસ સ્થાન હશે, હશે અને હશે જ.

તમારા ઉછેર માટે પેરન્ટ્સે ઉઠાવેલી જહેમતની તમને કિંમત છે એ બહુ ગમ્યું. બસ, હવે તમારે એ જહેમતમાં તમારી ખુશીઓ માટેનો પ્રેમ પણ જોવાનો છે. તેમણે તમને ભણાવવા, પગભર કરવા અને ખુશ રાખવા માટે અનેક કષ્ટ વેઠ્યા છે તો શું તમને એવું લાગે છે કે માત્ર તેમની જુનવાણી માન્યતાને કારણે તેઓ તમને દુખી કરશે? ના, તેમના પર વિશ્વાસ રાખો.

હવે વાત કરીએ લગ્ન માટેના પાત્રની પસંદગીની. હું ચોક્કસપણે એવું માનું છું કે વ્યક્તિએ જેના માટે પ્રેમ હોય એવી વ્યક્તિને જ જીવનસાથી બનાવવી જોઈએ. પ્રેમ ન હોય પણ માત્ર પેરન્ટ્સની પરંપરાને ફૉલો કરવાની છે એમ સમજીને જીવનસાથી પસંદ ન થાય. એનો મતલબ એ નથી કે માત્ર પ્રેમલગ્ન જ કરવાં જોઈએ. જ્ઞાતિ-સમાજની અને પેરન્ટ્સે બતાવેલી છોકરી સાથે અરેન્જ્ડ મૅરેજ થાય તો એમાં પણ તમે તે પાત્રને પ્રેમ કરતા હો એ મસ્ટ છે. પેરન્ટ્સને આદર આપવા માટે થઈને પ્રેમ ન કરતા હોય એવા પાત્ર સાથે લગ્ન કરવાં એ આવનારી છોકરી માટે ઠીક નથી. ચાલો, અત્યારે ધારો કે તમે કહ્યાગરા થવા માટે તેમણે બતાવી એ છોકરી સાથે લગ્ન કરી લીધાં અને જો તેને પ્રેમ ન કરી શક્યા તો શું? જો તેની સાથે ન ફાવ્યું તો તમે તો પેરન્ટ્સને દોષ દેશો, પણ એમાં પેલી છોકરીનો શું વાંક? 

જો તમારી પસંદગીમાં દમ હોય, પરસ્પરના સહવાસમાં એકમેકને ખુશ રાખવાની તૈયારી હોય, બન્ને પક્ષે પ્રેમ-સમજણ-આદર-જવાબદારીની ભાવનાનું સંતુલન હોય તો શું કામ સાથે ન જીવવું? આવા સમયે તમારે પેરન્ટ્સને કન્વિન્સ કરવાની તૈયારીઓ પર જ ફોકસ કરવું જોઈએ. જો તમે બન્ને સ્પષ્ટ હો તો ‘હું આ જ છોકરી સાથે લગ્ન કરીશ, નહીંતર નહીં કરું’ એવી દૃઢતા સાથે રજૂઆત કરવામાં અને પ્રેમથી પેરન્ટ્સને મનાવવામાં જ ધ્યાન પરોવવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK