એકપક્ષીય પ્રેમને કારણે છોકરી આત્મહત્યાની ધમકી આપીને મને બ્લૅકમેઇલ કરે છે, મારે શું કરવું?

હું વિચિત્ર પરિસ્થિતિમાં ફસાયો છું. કૉલેજના સમયથી મારાં કઝિન ભાઈ-બહેન અને તેમના મિત્રોનું એક મોટું ગ્રુપ હતું.

depress1

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : હું વિચિત્ર પરિસ્થિતિમાં ફસાયો છું. કૉલેજના સમયથી મારાં કઝિન ભાઈ-બહેન અને તેમના મિત્રોનું એક મોટું ગ્રુપ હતું. કોઈ પણ સેલિબ્રેશનમાં અમે બધાં સાથે જ ફરતાં. આ ગ્રુપમાં કૉમન ફ્રેન્ડ છે તેને મારી સાથે ઇમોશનલ અટૅચમેન્ટ થઈ ગયું છે. કૉમન ગ્રુપ સેલિબ્રેશન ઉપરાંત પણ તે મને મળવા ક્યારેક આવતી. કામના નામે તે છેક મારી ઑફિસ સુધી પહોંચી જતી. તે મારી ફ્રેન્ડ છે, એ સિવાય કશું જ નહીં. તેના મનમાં શું ચાલી રહ્યું છે એ મને ખબર નહોતી. હમણાં મારી ક્લોઝ ફ્રેન્ડ સાથેના સંબંધો અમે ઑફિશ્યલ કર્યાં. એ ઘટના પછી આ છોકરીનું વર્તન ખૂબ જ બદલાઈ ગયું. તે ફોન પર ખૂબ ઇમોશનલ મેસેજ મોકલાવવા લાગી. મેં જાણે તેને દગો દીધો છે એમ કહીને તે મને બ્લૅકમેઇલ કરે છે. જો હું તેની સાથે વાત નહીં કરું અને નહીં મળું તો મરી જવાની ધમકી આપે છે. આજકાલ સમાજમાં જે ઘટનાઓ ઘટે છે એ જોતાં મને ખૂબ ડર લાગે છે. હું તેને આવું કંઈ ન કરી બેસે એ માટે સમજાવું છું તો તેને લાગે છે કે મને તેના માટે કેટલી ફીલિંગ્સ છે. ટચ વુડ, મારી ગર્લફ્રેન્ડ આ વાત સમજતી હોવાથી એ ફ્રન્ટ પર વાંધો નથી. જોકે મોતની ધમકીની લટકતી તલવારથી ખૂબ ડર લાગે છે. મારી ગર્લફ્રેન્ડે તેની સાથે વાત કરવાની કોશિશ કરી તો તેની સાથે પેલી છોકરી ખૂબ તોછડાઈથી વર્તે છે.

જવાબ : જ્યારે એકપક્ષીય પ્રેમ હોય ત્યારે આવી મૂંઝવણો ઊભી થતી હોય છે. કરુણતા એ છે કે લોકો મોતની ધમકી આપીને ઇમોશનલ બ્લૅકમેઇલ કરીને પોતાની તો ઠીક, બીજાની જિંદગી પણ બગાડે છે. તે આ ખોટી ધમકી આપે છે કે પછી હકીકતમાં રિજેક્શનને કારણે હર્ટ થઈને આવું કહે છે એ સમજવું અઘરું છે. રાધર, આવા સંજોગોમાં તમે એ સમજવાની પિષ્ટપિંજણમાં ન પડો એ જ બહેતર છે. જ્યારે તમે તમારા તરફથી સંબંધમાં કોઈ જ પ્રકારનું કમિટમેન્ટ તો ઠીક, લાગણી પણ દર્શાવી નથી એ છતાં કોઈ તમારો પ્રેમ મેળવવાની કોશિશ કરે ત્યારે તમે તે વ્યક્તિના બિહેવિયર માટે નૈતિક રીતે બંધાયેલા નથી. જોકે તે પોતાની જ નબળાઈને કારણે હેરાન થતી હોય તો ખોટું પગલું ન લઈ બેસે એ માટે તમારે આડકતરી રીતે મદદ જરૂર કરવી જોઈએ.

એક વાર તેને ખૂબ જ રૅશનલી, જરાય લાગણીસભર બન્યા વિના સ્પષ્ટ કહો કે આપઘાત કરવાની કાયરતા કરનારા તમને જરાય પસંદ નથી. તેનો પ્રેમ એકપક્ષીય હતો એ વાત એક વાર સ્પષ્ટપણે જણાવ્યા પછી તમારે કે તમારી ગર્લફ્રેન્ડે તેને વધુ સમજાવવાની કોઈ જરૂર નથી. રાધર, એ પછી કોઈ જ પ્રકારનું કમ્યુનિકેશન ન થવું જોઈએ. બીજું, આ છોકરી તમારાં જે કઝિન ભાઈ-બહેનની ફ્રેન્ડ છે તેને આ વાત કરો. પ્રેમમાં નિષ્ફળતા અને આઘાત હોય ત્યારે વ્યક્તિ ડિપ્રેશનમાં સરી પડે અને ન કરવાનું કરી બેસે એવું શક્ય છે. એવા સમયે તે એકલી ન પડે એ માટે કૉમન ફ્રેન્ડ્સ અને તેના પરિવારજનોને જાણ કરી દેવી બહુ જ આવશ્યક છે. ક્યારેક વ્યક્તિ અત્યંત ઝનૂની હોય તો બતાવી દેવા માટે થઈને પણ જાત માટે હાનિકારક પગલું લઈ બેસે છે.

તમારા ગ્રુપના અન્ય મિત્રો જે તેની નજીક હોય તેમણે તેને સમજાવવાની કોશિશ કરવી જોઈએ. એમ છતાં જો તે ન માનતી હોય તો તમારા મિત્રો તેના પરિવારજનોને મળે અને તેને કોઈ સાઇકોલૉજિકલ કાઉન્સેલર પાસે લઈ જાય એવું કરવું જોઈએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK