અમારું આર્થિક સ્ટેટસ અને જ્ઞાતિનો મેળ પડતો ન હોવાથી બૉયફ્રેન્ડ લગ્ન માટે તેના ઘરમાં વાત કરવાનું ટાળે છે

હું મારા પેરન્ટ્સને પણ કોઈ જવાબ નથી આપી શકતી. હું રાહ જોઉં તોય પેરન્ટ્સને શું સમજાવું?

wife




સેજલને સવાલ - સેજલ પટેલ


સવાલ : હું ૨૬ વર્ષની છું. ગ્રૅજ્યુએશન પછી વચ્ચે ચારેક વર્ષનો મેં બ્રેક લીધો હતો અને હાલમાં પાર્ટ-ટાઇમ નોકરીની સાથે ચાર્ટર્ડ અકાઉન્ટન્સીનું ભણવાનું ચાલી રહ્યું છે. અમારું ઘર પૈસેટકે સુખી છે એટલે મારે કામ કરવાની કોઈ જરૂર નથી, પણ શોખ હોવાથી હું કામ કરું છું. છેલ્લાં અઢી વર્ષથી હું એક યુવક સાથે રિલેશનશિપમાં છું. જોકે કેટલાંક કારણોસર અમારે પાંચ-છ વર્ષ રાહ જોવી પડે એવું તેનું કહેવું છે. વાત એમ છે કે તેના પપ્પાના માથે થોડુંક દેવું છે. તેનું કહેવું છે કે આર્થિક રીતે સેટલ થઈ જાઉં એ પછી જ લગ્ન કરવાં છે. મેં બહુ પૂછuું ત્યારે તેણે કહ્યું કે તેના પપ્પાનો બીજો એક ફ્લૅટ ગીરવી મૂકેલો છે જે તે છોડાવશે પછી જ આપણે લગ્ન કરીએ તો સારું. લગ્ન પછી જુદા રહેવા પણ જવાય. બીજી તરફ મારા ઘરમાં પરિસ્થિતિ ઊલટી છે. મારા પેરન્ટ્સ મને લગ્ન માટે દબાણ કરે છે. મેં બૉયફ્રેન્ડને સમજાવ્યો કે આપણે એક વાર સગાઈ કરી લઈએ એ પછી લગ્ન માટે કહે એટલો સમય રાહ જોવા તૈયાર છું, પરંતુ તેનું કહેવું છે કે અમારી જ્ઞાતિ અને આર્થિક સ્ટેટસ પણ અલગ હોવાને કારણે તેનાં પપ્પા-મમ્મી સરળતાથી રાજી નહીં થાય. હમણાં દેવું છે ત્યાં સુધી એ ઘરમાં કોઈ ટેન્શન ઊભું કરવા નથી ઇચ્છતો. હું મારા પેરન્ટ્સને પણ કોઈ જવાબ નથી આપી શકતી. હું રાહ જોઉં તોય પેરન્ટ્સને શું સમજાવું?

જવાબ : પપ્પાનું દેવું ભરપાઈ કરવામાં દીકરો મદદ કરવા માગે છે એ બહુ સારી ભાવના છે, પરંતુ એને કારણે અંગત જિંદગીના નર્ણિયને ઠેબે ચડાવવાની દલીલ કંઈ ગળે ઊતરે એમ નથી. લગ્નના ખર્ચની ચિંતા હોય તો એ કોર્ટ-મૅરેજથી પણ પતાવી દઈ શકાય છે. મને એક વાત નથી સમજાતી કે દેવું હોવાથી તે હાલમાં ઘરે તમારા સંબંધો વિશે વાત પણ ન કરી શકે એવું કેમ? જ્ઞાતિ અને સમાજનો ભેદ હોવાનો ડર વધુ છે કે પછી દેવું ભરપાઈ કરવાની ચિંતા વધુ મહત્વની છે?

માત્ર દલીલ ખાતર જ કહું તો તમે લગ્ન કરી લો તો કદાચ તમે બન્ને સાથે મળીને દેવું પૂÊરું કરી જ શકો છોને? બીજું, આજે નહીં તો કાલે તેના પેરન્ટ્સને જ્ઞાતિભેદ અને આર્થિક સ્ટેટસના ફરક માટે સમજાવવા તો પડવાના જ છે, પાંચ વર્ષ પછી પણ જો તેઓ કોઈ રીતે ન માન્યા તો? શું એ પછી તમે મમ્મી-પપ્પાની ઇચ્છા વિરુદ્ધ જશો? આમ સતત માથે લટકતી તલવાર રાખવા કરતાં આજે જ કેમ એ કામ ન કરી લેવું? હા, દેવું હોય ત્યારે પેરન્ટ્સને ખોટું ટેન્શન ન આપવું જોઈએ, પરંતુ જો તેમના ઘરની તમામ પરિસ્થિતિ જાણ્યા પછીયે તમે જો એ ઘરની જવાબદારીઓમાં ખભેખભા મિલાવીને કામ કરવાની તૈયારી બતાવતાં હો તો તેમને ના પાડવાને કોઈ કારણ નહીં રહે.

આ બાબતે તમારા ફ્રેન્ડ સાથે શાંતિથી બેસીને ચર્ચો. ક્યાંક એવું તો નથી કે તમારો બૉયફ્રેન્ડ કોઈક અન્ય કારણોસર લગ્ન ટાળવા માગતો હોય? કહેવત છે કે મન હોય તો માળવે જવાય, પણ જો મન ન હોય તો ન હોય ત્યાંથી હજાર બહાનાં ઊભાં થાય. લગ્નનાં સપનાં જોતાંં પહેલાં તમારો બૉયફ્રેન્ડ કેટલો મક્કમ છે એ સમજવું જરૂરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK