પ્રોફેશનલ વર્લ્ડમાં સ્ત્રી-પુરુષમાં સમાનતાની વાતો થાય છે, પરંતુ સરખી ઑપચ્યુર્નિટી નથી મળતી

મારી ઉંમર ૩૪ વર્ષ છે. એક પ્રાઇવેટ કંપનીમાં જૉબ કરું છું અને ઘણું સારું કમાઉં છું.

depress2


સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : મારી ઉંમર ૩૪ વર્ષ છે. એક પ્રાઇવેટ કંપનીમાં જૉબ કરું છું અને ઘણું સારું કમાઉં છું. સમાજમાં અને પ્રોફેશનલ વર્લ્ડમાં ઇક્વાલિટીની વાતો થાય છે, પરંતુ સ્ત્રી-પુરુષો વચ્ચે આજેય ભેદ છે જ. ઘરની જવાબદારીઓ માટે થઈને હું સાંજે છ વાગ્યા પછી ઑફિસે નથી રોકાઈ શકતી. અમુક દિવસોમાં મને રજા જોઈએ જ, કેમ કે મારે ઘરની જવાબદારી પણ સંભાળવાની હોય છે. પણ આ વાત કંપની નથી સમજતી. એ જ કારણોસર ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ માટે હું કૅપેબલ હોવા છતાં મને નથી અપાતો. ધારો કે મારાં બૉસ મને ક્યારેક વહેલા ઘરે જવાની છૂટ આપે તો એ પણ બીજા સ્ટાફને પેટમાં દુખે. હું તેમના કરતાં વધુ જવાબદારી નિભાવું છું એ તેમને દેખાય નહીં. મારી કંપનીમાં મેં સ્ત્રીઓને પડતી અગવડો માટે રજૂઆત કરી અને જરાક આગેવાની શું લીધી કે લોકોની નજરમાં હું અળખામણી બની ગઈ. હવે તો કંપનીઓ સમાનતાની વાતો કરે છે પણ જ્યારે સ્ત્રીઓની આગવી જરૂરિયાતો વિશે વાત કરવામાં આવે ત્યારે તેમને નથી ગમતું. તેમને તો એ જ દેખાય કે તમે ઘરની જવાબદારીના નામે હાથ ખંખેરીને જતા રહો છો. કંપની સ્ત્રીઓ પાસેથી ઓવરટાઇમની અપેક્ષા રાખે એ શું ઠીક છે? જે સ્ત્રીઓ કંપનીના નિયમોમાં સેટ ન થઈ તેમને આગળ વધવાનો મોકો નહીં આપવાનો?  

જવાબ : મને કદીયે સ્ત્રી-પુરુષ સમાનતાની વાતો ગળે ઊતરતી નથી. બે જુદાં જેન્ડર, બન્નેની ખાસિયતો અલગ, બન્નેની ક્ષમતાઓ અલગ, બન્નેની નબળાઈઓ અલગ અને છતાં આપણે તેમને સમાન ટ્રીટ કરવાનાં. એવું શું કામ? શા માટે સ્ત્રીઓને પુરુષસમાનતા જોઈએ છે? સ્ત્રી-પુરુષની સમાનતાની વાતો કરનારાઓ એવું કેમ ધારી લે છે કે પુરુષો ઊંચા છે. કરુણતા એ છે કે આવી સમાનતાની વાતો કરનારા પુરુષો નહીં પણ સ્ત્રીઓ જ વધુ છે. મતલબ કે સ્ત્રીઓ જ પુરુષો વધુ ઊંચું સ્ટેટસ ધરાવે છે એવું માને છે.

તમે વાત કરો છો કે વર્કપ્લેસ પર સ્ત્રી અને પુરુષને સમાન ઑપચ્યુર્નિટી નથી મળતી. કેટલેક અંશે આ વાત સાચી પણ છે. જોકે દરેક વખતે પોતાની અપેક્ષા પૂર્ણ ન થાય ત્યારે જાતિભેદના મુદ્દાને લઈને જંગે ચડવામાં આવે છે, જેને કારણે ક્યારેક વાજબી વિરોધ પણ અવાજબી ઠરે છે. મેં ઘણી ઑફિસોમાં સ્ત્રીઓને આ વાતે કકળાટ મચાવતી જોઈ છે. તમને નહીં ગમે, પણ મને લગભગ પોણા ભાગની મહિલાઓનો કકળાટ ખોટો લાગ્યો છે. માન્યું કે સ્ત્રીઓને પ્રેગ્નન્સી, ડિલિવરી કે ઈવન પેઇનફુલ મેન્સ્ટ્રુએશન જેવા મુદ્દે થોડીક વધુ છૂટ હોવી જોઈએ. બાકી રોજબરોજના કામમાં વિશેષ છૂટછાટની અપેક્ષા ન રાખવી જોઈએ. જો આવી છૂટ જોઈતી હોય તો સમાન ઑપચ્યુર્નિટીના હકની વાત ન કરવી જોઈએ.

આપણે જરાક કંપનીના દૃષ્ટિકોણથી પણ વિચારવું તો જોઈએ જને? તમે વર્કિંગ છો એટલે તમારે ત્યાં કામ કરવા માટે એકાદ-બે ચાકરો તો હશે જ. હવે જે ડિમાન્ડ તમે તમારા એમ્પ્લૉયર પાસેથી રાખો છો એ જ ડિમાન્ડ તમારી કામવાળી બાઈ તમારી પાસેથી રાખે તો તમે શું કરશો? ધારો કે તે ટાઇમિંગની બાબતમાં તમને અનુકૂળ નથી થતી તો તમે શું કરશો? તે સ્ત્રી છે એટલા માટે તેના ઘરની જવાબદારીઓ માટે તે સમયસર નહીં આવી શકે અથવા તો જ્યારે ખૂબ કામ હોય એ જ દિવસે રજાઓ લેશે તો તમે શું કરશો? તમારા શેડ્યુલ મુજબ સેટ થાય એવી વ્યક્તિને તમે રાખશો કે તમારે તેના શેડ્યુલ મુજબ સેટ થવું પડે એવી વ્યક્તિ રાખશો?

Comments (1)Add Comment
...
written by Buddy, July 08, 2018
good observation.
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK