મારી મમ્મી હંમેશાં ફરિયાદ કરે છે કે મને તેમની કદર નથી, હું તેમને બહુ પ્રેમ કરું છું એવું કઈ રીતે સમજાવવું?

ખબર નહીં કેમ પણ મારા પેરન્ટ્સને મારાથી બહુ જ ફરિયાદ રહે છે. ખાસ કરીને મમ્મીને

man




સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : મારી ઉંમર ૨૧ વર્ષ છે. ગ્રૅજ્યુએશન પૂÊરું કરીને હાલમાં હાયર-સ્ટડીઝ માટે અપ્લાય કરી રહ્યો છું. આ દરમ્યાન એક કંપનીમાં ટ્રેઇનિંગ પણ ચાલે છે. હું બહુ જ નસીબવાળો છું કે મને દરેક વાતે સપોર્ટ કરનારા પેરન્ટ્સ મળ્યો છે. જોકે ખબર નહીં કેમ પણ મારા પેરન્ટ્સને મારાથી બહુ જ ફરિયાદ રહે છે. ખાસ કરીને મમ્મીને. તેને લાગે છે કે હું માત્ર મારામાં જ રચ્યોપચ્યો રહું છું. મારે ગર્લફ્રેન્ડ છે અને એ વાતની ઘરમાં પણ ખબર છે. તેની સાથે ઈવનિંગ-આઉટ માટે જવાનો હોઉં તો તરત મમ્મીને લાગે કે જોયું ગર્લફ્રેન્ડ માટે ટાઇમ મળે છે, મારા માટે નથી મળતો. સાચું કહું તો ખરેખર ભણવાનું અને ટ્રેઇનિંગમાંથી સમય જ નથી મળતો. ગર્લફ્રેન્ડને પણ મળવાનું બહુ ઓછું થાય છે અને એ માટે પણ ઝઘડા થયા જ કરે છે. મારી મમ્મી ઓછું ભણેલી છે અને થોડીક ઑથોર્ડૉક્સ પણ ખરી. જોકે પ્રેમાળ ખૂબ છે. મને સારું એજ્યુકેશન આપવા માટે મારાં મમ્મી-પપ્પાએ ખૂબ મહેનત કરી છે એ હું સમજું છું, પણ જો હું તેમની અપેક્ષા મુજબ ન વર્તું તો તેમને લાગે છે કે હું તેમની કદર નથી કરતો. ખાસ તો મમ્મી માટે બહુ લાગી આવે છે. હમણાંથી તેનો સ્વભાવ બહુ જ ચીડિયો થઈ ગયો છે. તેને કેવી રીતે કહેવું કે હું પણ તેને એટલો જ પ્રેમ કરું છું, માત્ર સમય જ નથી આપી શકતો. પેરન્ટ્સને કેમ એવું લાગે છે કે આજની પેઢીને તેમની કંઈ પડી નથી હોતી?

જવાબ : આપણા દિલમાં જે ફીલિંગ્સ હોય છે એને શબ્દોમાં કે વર્તનથી વ્યક્ત ન કરવામાં આવે તો સામેવાળા સુધી એ પહોંચે કેવી રીતે? લાગણી અને પ્રેમ એ મનમાં જ રાખવાથી સામેવાળાના દિલ સુધી પહોંચતાં નથી. તમારી મમ્મીને ફરિયાદ છે એનું કારણ એ નથી કે તમારી પાસે સમય નથી એ તે સમજી નથી શકતી, પરંતુ તેને તમારા થોડાક જ સમયની જરૂર છે એ તમે સમજી નથી શકતા.

મને એક વાત કહો. તમારી ગર્લફ્રેન્ડને તમે પ્રેમ કરો છો એ કેવી રીતે ખબર પડી? તમે ચોખ્ખા શબ્દોમાં આઇ લવ યુ કહ્યું એના પહેલાંથી તમે તમારા પ્રેમની અભિવ્યક્તિ કરવાની શરૂ કરી હશે. તેને વારંવાર મળવું, તેને જે ગમે છે એવું કંઈક કરતા રહેવું, સરપ્રાઇઝ આપવી, તું જમી કે નહીં જેવા ક્ષુલ્લક સવાલો પૂછવા... આવી નાની-નાની બાબતોની કાળજી કરીને તમે તમારી ફીલિંગ્સ કમ્યુનિકેટ કરવાનો પ્રયત્ન કયોર્ હશેને? બસ, એવી જ કાળજી જરાક અલગ રીતે મમ્મીની રાખી ન શકો? જેમ કે દિવસમાં અડધો કલાક તેની સાથે અમસ્તી વાતો કરવાનો સમય ફાળવવો. તમારા વ્યસ્ત શેડ્યુલમાં તમને ફેસબુક, વૉટ્સઍપ પર ઍક્ટિવ રહેવાનો ટાઇમ મળતો હશે, પણ મમ્મી સાથે પંદર મિનિટ બેસીને કામ વિનાની વાતો કરવાનો સમય ફાળવો છો? ન કરતા હો તો આજથી શરૂ કરો. સાંજે ઘરે આવતાં મોડું થવાનું હોય તો ફોન કરીને જણાવી દેવું જેથી મમ્મી ચિંતા ન કરે. ક્યારેક તમને ગમતી વાનગી બનાવવાની ડિમાન્ડ કરવી એ પણ મમ્મીઓને બહુ ગમતું હોય છે. મમ્મીને ભલે ફરિયાદો જાતજાતની હોય, પણ તેને જોઈતું હોય છે માત્ર થોડુંક અટેન્શન અને પોતીકાપણાનો અહેસાસ થાય એવો સંબંધ. ક્યારેક માના ખોળામાં માથું નાખીને સૂઈ જશો તો તેને પણ ગમશે અને તમને પણ સમજાશે કે માના ખોળા જેવું સુકૂન ક્યાંય નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK