બ્રેકઅપ પછી ગર્લફ્રેન્ડને કોઈ જ અસર નથી, ઊલટાનું તે તો તરત બીજા સંબંધમાં પણ જોડાઈ ગઈ

છેલ્લાં ચાર વર્ષથી હું જેની સાથે ગાઢ રિલેશનશિપમાં હતો તેની સાથે હમણાં જ બ્રેકઅપ થઈ ગયું.

depress

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : છેલ્લાં ચાર વર્ષથી હું જેની સાથે ગાઢ રિલેશનશિપમાં હતો તેની સાથે હમણાં જ બ્રેકઅપ થઈ ગયું. અમારી વચ્ચે ઘણી તકલીફો હતી, પણ મને લાગતું હતું કે અમે એ બધું ઠેકાણે પાડી દઈશું. ઍટ લીસ્ટ, હું મારા તરફથી બધી જ વાતે તૈયાર હતો. જોકે હવે પાસ્ટમાં જોઉં છું તો ખબર પડે છે કે તે બ્રેકઅપ પહેલાં જ ઘણા સમય પહેલાંથી મારાથી મનથી છૂટી થઈ ગયેલી. લગભગ સાતેક મહિનાથી અમારી વચ્ચે કોઈ ઇન્ટિમસી રહી નહોતી. દરેક વખતે તે હમણાં કમ્ફર્ટેબલ નથી એમ કહીને વાત ટાળી દેતી. તે મને મળવામાં પણ ખાસ રસ નહોતી દાખવતી. ઑફિસમાં બહુ કામ છે એમ કહીને વાત ટાળતી. ઘણી વાર તો આવાં જ કારણોસર અમારી વચ્ચે ઝઘડા થતા. અલબત્ત, આ ઝઘડા કંઈ એવા નહોતા જેમાં ચાર વર્ષનો ગાઢ સંબંધ તૂટી જાય. મને નવાઈ એ વાતની લાગે છે કે હજી માંડ ગણતરીનાં અઠવાડિયાં થયાં છે અને તે બીજી રિલેશનશિપમાં આવી ગઈ છે. તેને અમારો સંબંધ તૂટ્યાની જરાસરખી પણ પીડા નથી. હું મૂરખ હજીયે તેના વિરહમાં ઝૂÊરું છું. જ્યારે મેં તેના નવા સંબંધ વિશે પૂછ્યું તો કહે છે કે તે તો જસ્ટ ફ્રેન્ડ છે, પરંતુ ફ્રેન્ડ સાથેની નજદીકી હું ચોખ્ખી જોઈ શકું છું. મને એવું લાગે છે કે છેલ્લા ઘણા વખતથી અમારી વચ્ચે ઝઘડા વધ્યા હતા એનું કારણ પણ તેનો નવો ફ્રેન્ડ છે. છોકરીઓ આટલી ગણતરીપૂર્વક એક સંબંધમાંથી છૂટીને તરત જ બીજા સંબંધમાં બંધાઈ જાય એવું ભાગ્યે જ બને. અમારા બ્રેકઅપનું માસ્ટરમાઇન્ડ તેનો નવો ફ્રેન્ડ છે એવા કેટલાક પુરાવા પણ મને મળ્યા છે. મને હજીયે સંભાવના લાગે છે કે પેલાની સચ્ચાઈ સમજાતાં તે પાછી મારી પાસે આવશે. આવું થાય તો મારે શું કરવું?

જવાબ : જ્યારે વ્યક્તિ જીવનમાં ઘટેલી ઘટનાનો સ્વીકાર કરી ન શકે ત્યારે તેને મનમાં આશાનું પડીકું બંધાયેલું રહે છે કે કોઈક રીતે આ ઘટના રિવર્સ થઈ જશે. આવું જો તમને લાગતું હોય તો એ ખુલ્લી આંખે જોયેલા સપનાથી વિશેષ કશું જ નથી હોતું. ધારો કે તમે વિચારો છો એમ તે પાછી તમારી પાસે આવે તો શું એનો વિચાર હમણાં કરવાની જરૂર નથી. અત્યારે તમારે બ્રેકઅપને સ્વીકારીને એમાંથી બહાર આવવાની જરૂર છે.

બ્રેકઅપ થાય ત્યારે બન્ને પક્ષને એકસરખી જ પીડા થવી જોઈએ એવો કોઈ નિયમ નથી. બીજા પાત્રને કંઈ તકલીફ નથી થતી એવું જોવાથી તમને વધુ પીડા થાય છે એ માનવસહજ છે, પરંતુ એનો કોઈ ઉકેલ નથી. ઇન ફૅક્ટ, આ ઑબ્ઝર્વેશન પછી તમને ભાન થવું જોઈએ કે તમારી ગર્લફ્રેન્ડ તમારી પાસે આવે કે દૂર જાય એ બન્નેમાં તેનો સ્વાર્થ છે, તમારા માટેની લાગણી નહીં. તમે પીડા અને ગુસ્સો પેલી ત્રીજી આવનારી વ્યક્તિ માટે અનુભવી રહ્યા છો. કોઈકના માથે જવાબદારીનું ઠીકરું ફોડવાથી તમને થોડીક રાહત લાગશે, પણ એ તમને વાસ્તવિકતાથી દૂર લઈ જશે. ધારો કે પેલા યુવકે તમારી વચ્ચે ઝઘડાઓ કરાવીને તમને છૂટાં પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી પણ હોય તોય એમાં પહેલો દોષ તેનો નહોતો. હકીકત એ છે કે તમારા અને ગર્લફ્રેન્ડ સાથેના સંબંધોમાં એવું કશુંક ખૂટતું હતું જેને કારણે ત્રીજી વ્યક્તિ પોતાની જગ્યા બનાવી શકી. જ્યારે બે વ્યક્તિઓના સંબંધમાં પ્રેમ, સમજણ અને પરસ્પર માટેના વિશ્વાસનું સ્તર નીચું આવે છે ત્યારે જ કોઈ ત્રીજી વ્યક્તિ એમાં પ્રવેશી શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK