છેલ્લાં નવ વર્ષથી અમે પ્રેમલગ્ન માટે પેરન્ટ્સને સમજાવીએ છીએ, પરંતુ જ્ઞાતિભેદને કારણે તેઓ માનતા નથી

છેલ્લાં નવ વર્ષથી હું જે છોકરીને પ્રેમ કરું છું તેની સાથે લગ્ન કરવા માટે મારા પેરન્ટ્સને સમજાવું છું. છતાં હજી સફળતા નથી મળી

guy




સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : છેલ્લાં નવ વર્ષથી હું જે છોકરીને પ્રેમ કરું છું તેની સાથે લગ્ન કરવા માટે મારા પેરન્ટ્સને સમજાવું છું. છતાં હજી સફળતા નથી મળી. સમસ્યા જ્ઞાતિભેદ અને આર્થિક અસમાનતાની છે. અમે નક્કી કરેલું કે લગ્ન કરીશું તો પેરન્ટ્સની સંમતિથી જ અને જો તેઓ સંમતિ નહીં આપે તો કુંવારા રહીશું. અમારે મરવાની ધમકી આપીને તેમને મનાવવા નથી. જ્ઞાતિભેદ છે તો છે, પણ હવે ગ્લોબલાઇઝેશનના જમાનામાં આપણે ક્યાં સુધી આટલા સંકુચિત રહીશું? અમારા ઘરમાં અમે ક્યારેય આને લઈને ઝઘડો કયોર્ નથી. ચૂપચાપ સત્યાગ્રહ કયોર્ છે અને એટલું જ કહી રાખ્યું છે કે તે છોકરી વિના કોઈની સાથે લગ્ન નહીં કરું. મારી ગર્લફ્રેન્ડનું આર્થિક બૅકગ્રાઉન્ડ અમારા પરિવાર જેટલું સમૃદ્ધ નથી, પણ સંસ્કારની દૃષ્ટિએ તેનો પરિવાર કદાચ વધુ ઊંચો છે. મેં તો અનેક વાર ભાગીને લગ્ન કરી લેવાનું કહ્યું છે, પણ તેણે અને તેના પેરન્ટ્સે હંમેશાં માતા-પિતાના આર્શીવાદનો આગ્રહ રાખ્યો છે. હવે અમે બન્ને બત્રીસ વરસનાં થઈશું. મારો બિઝનેસ છે અને તે સારા પગારવાળી નોકરી કરે છે. મેં પોતાનું ઘર ખરીદ્યું છે અને ચાહું તો તેની સાથે લગ્ન કરીને અલગ રહેવા જઈ શકું એમ છું. એમ છતાં મારી ગર્લફ્રેન્ડનું કહેવું છે કે આપણે રાહ જોઈશું. શું આ ઉંમરે પણ હું મારી જિંદગી કોની સાથે અને કેવી રીતે જીવવી એ નક્કી ન કરી શકું? તમારી કૉલમમાં પણ તમે હંમેશાં પેરન્ટ્સની સંમતિને જ વધુ મૂલ્ય આપતાં આવ્યાં છો. હવે મને કહો કે મારે શું કરવું? મારી ધીરજ ખૂટી ગઈ છે.

જવાબ : તમે કહ્યું એમ તમે ઝઘડો કર્યા વિના સત્યાગ્રહ કર્યો હોય તો ખરેખર તમે ધીરજવાન છો. તમને અને તમારી ગર્લફ્રેન્ડને ખૂબ-ખૂબ અભિનંદન. તમે ઉઠાવેલા સવાલો તદ્દન વાજબી છે. અઢાર વર્ષે વ્યક્તિને દેશમાં સરકાર કોની બનશે એ માટે મત આપવાનો અધિકાર મળે છે. તમે તો ૩૨ વર્ષની સ્વતંત્ર અને જવાબદાર વ્યક્તિ થયા પછી પણ લગ્ન માટે પસંદગી ન કરી શકો એ ઠીક નથી.

માબાપ આપણને જીવન આપે છે એ વાત કદી ભુલાવી જોઈએ નહીં, પણ જ્યારે એ જ માબાપ આપણી જિંદગીને પોતાની જ ધૂંસરીએ હંકારીને આપણને કઠપૂતળીની જેમ તેઓ ઇચ્છે છે એમ જીવવા મજબૂર કરે ત્યારે ચોક્કસ છટપટાહટ થાય. વડીલોની આમન્યાનો ભંગ થવાના ડર છતાં આજે કહેવાનું મન થાય છે કે કોઈ જ સંકોચ રાખ્યા વિના તમતમારે કરો કંકુના. હા, ચોરીછૂપીથી નહીં. બાઅદબ કહીને લગ્ન કરો અને તેમને પણ ઇન્વાઇટ કરો. તેમના આર્શીવાદ તમારા માટે અમૂલ્ય છે એ વાત સમજાવો. પેરન્ટ્સ તમારા આ નર્ણિયને સ્વીકારે કે ન સ્વીકારે તમારા મનમાં પેરન્ટ્સ માટે કોઈ જ કડવાશ રાખ્યા વિના તેમને ચાહતા રહેજો.

તમારા વડીલો જો આ વાંચતા હોય તો તેમને એટલું જ કહેવું છે કે તમે જે જીવન તમારાં દીકરા-દીકરીઓને આપ્યું છે એની કિંમતરૂપે તમે તેમની જિંદગી ન છીનવી લો. ધારો કે તેઓ ભૂલ કરતાં હશે તો હવે તેઓ નાનાં નથી રહ્યાં. તેમને તેમના ખાતાની ભૂલો કરવા દો. આખી જિંદગી અફસોસ સાથે જીવે અને પોતાને ખુશીથી વંચિત રાખવા માટે તમને તેઓ મનમાં કોસ્યા કરે એ શું તમારી અંતિમ પળે તમને ગમશે?


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK