પેરન્ટ્સ નારાજ હોવાથી મુશ્કેલ સમયમાં મને મદદ કરવા તૈયાર નથી, તેમને કેવી રીતે મનાવું?

વસઈમાં પરિવાર સાથે રહું છું. જીવનમાં કેટલીક ભૂલો કરી છે અને એ માટે ખૂબ પશ્ચાત્તાપ પણ છે.

man

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : વસઈમાં પરિવાર સાથે રહું છું. જીવનમાં કેટલીક ભૂલો કરી છે અને એ માટે ખૂબ પશ્ચાત્તાપ પણ છે. જોકે જૂની ભૂલો પર રડતા બેસી રહેવાનો મારી પાસે સમય નથી. માથે લોનના હપ્તા છે. બે દીકરા છે અને બન્ને ભણી રહ્યા છે. ભગવાનની દયાથી સારું ભણી રહ્યા છે, પણ મારી પાસે સગવડ ન હોવાથી તેમને મોટી કૉલેજમાં ભણાવી શકું એમ નથી. આર્થિક રીતે હું ખૂબ છૂટમાં રહ્યો હતો અને મારી પત્ની પણ સારા કુટુંબમાંથી આવી છે. મોટી ખોટને પગલે આજે હાથ તંગ થઈ ગયા છે. એક ફુલ-ટાઇમ અને બીજી પાર્ટ-ટાઇમ નોકરી કરું છું ત્યારે બે છેડા ભેગા થાય છે. મારી વાઇફ અને મમ્મીને ફાવતું ન હોવાથી અમે જુદાં થઈ ગયેલાં. એ છતાં પાંચ વર્ષ પહેલાં મેં ધંધો શરૂ કયોર્ ત્યારે મારા પપ્પાએ મને ઘણી મદદ કરેલી. તેમણે મને મીરા રોડમાં એક ફ્લૅટ આપેલો. ધંધાની ખોટમાં એ વેચી કાઢવો પડ્યો. આજે વસઈમાં ભાડા પર રહું છું. પપ્પાનું પૅન્શન આવે છે એટલે તેઓ ઇન્ડિપેન્ડન્ટ છે. મારો નાનો ભાઈ વેલ સેટલ્ડ છે એટલે તેને કોઈ વાંધો નથી. દીકરાના ભણતર માટે પેરન્ટ્સ પાસે પૈસાની મદદ માગુ છું તો પણ તેઓ ના પાડે છે. તેમનું કહેવું છે કે સમાજમાંથી એજ્યુકેશન લોન અપાવી દઉં, પણ વધુ મદદ નહીં કરું. મારે બહારના કોઈનીયે મદદ નથી લેવી. મને ખબર છે કે મારા પેરન્ટ્સ મારાથી નારાજ છે એટલે આવું કહે છે. મારી ભૂલનો મને પશ્ચાત્તાપ પણ છે, પરંતુ હવે તેમને મનાવવા કેવી રીતે?

જવાબ :
બહુ જ સારું છું કે તમને તમારી ભૂલ સમજાઈ છે અને એનો અહેસાસ તમને છે. એક વાત કહી દઉં કે વીલું મોં કરીને બેસવું કે રડવું એ પશ્ચાત્તાપ નથી હોતો. પશ્ચાત્તાપ એટલે ભૂલ પશ્ચાત એને કારણે પેદા થયેલા તાપમાં તપવું, જાતને એમાં તપાવીને સોનાની બનાવવી. ભૂલના પરિણામ સ્વરૂપે પેદા થયેલી પરિસ્થિતિને જેવી છે એવી સ્વીકારી લેવી. એ સ્થિતિ માટે દુખ, ફરિયાદ મનમાં લાવ્યા વિના એમાંથી બહાર નીકળવા માટે પૂરી તાકાત સાથે મચી પડવું. જ્યારે આપણાથી કોઈ ભૂલ થાય કે નિષ્ફળતા મળે ત્યારે આપણી અંદર આપણને જરાય ન ગમે એવો તાપ પેદા થાય છે. જે લોકો એ તાપમાં અહંકાર ઓગાળે છે તેઓ બહુ જ ઝડપથી એ ભૂલ કે નિષ્ફળતાને ઓવરકમ કરી લઈ શકે છે. જીવનના જે પાયાનાં મૂલ્યો સફળતા, પૈસો, પ્રેમ નથી શીખવી શકતાં એ આપણી ભૂલોનું પ્રાયશ્ચિત્ત કરવાથી શીખવા મળે છે.

સામાજિક દૃષ્ટિએ જોઈએ તો દીકરાને મુશ્કેલીના સમયમાં પેરન્ટ્સે મદદ કરવી જ જોઈએ એવું તમે માનો છો, બરાબર? તમારા પેરન્ટ્સ નારાજ હોવાથી મદદ કરવા તૈયાર નથી કે પછી કોઈ સમજણ સાથે તમને મદદ નથી કરી રહ્યા એની મને ખબર નથી. એમ છતાં એટલું કહીશ કે તેઓ જે કરી રહ્યા છે એ તમારા સારા માટે છે. ક્યાંક હજીયે તમે માનો છો કે પપ્પાના પૈસા પર તો તમારો હક છે એટલે તેઓ હેલ્પ નથી કરતા એની ફરિયાદ મનમાં જન્મે છે. બાકી દીકરાના ભણતર માટે જો તમને મદદ જોઈતી હોય તો સમાજ દ્વારા મળતી લોન લેવામાં શું કામ નાનમ હોવી જોઈએ? અત્યારે ભણતર માટે મદદ મળે એ વધુ મહત્વનું છે કે પછી ‘કોઈની મદદ નથી લેવી’ એવો અહમ સચવાય એ વધુ મહત્વનો છે? 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK