દીકરો સારું કમાતો હોવા છતાં વધુ આત્મવિશ્વાસમાં જીવનને ખાડે નાખી રહ્યો છે, શું કરવું?

મારી ઉંમર ૫૬ વર્ષ છે. ૨૬ વર્ષનો દીકરો છે. કૉલેજમાં હતો ત્યારથી તે ઓવરકૉન્ફિડન્ટ છે.

woman1

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ :
મારી ઉંમર ૫૬ વર્ષ છે. ૨૬ વર્ષનો દીકરો છે. કૉલેજમાં હતો ત્યારથી તે ઓવરકૉન્ફિડન્ટ છે. ખાસ કરીને છેલ્લાં પાંચ વર્ષમાં ટેક્નૉલૉજીમાં તેને થોડુંક સારું આવડતું હોવાથી તે રાઈનો પહાડ કરીનેય લોકોની વાહ-વાહ બટોરતો થઈ ગયો છે. મને સારું જ લાગે છે કે લોકો દીકરાનાં વખાણ કરે છે. જોકે મને આ વધુપડતો આત્મવિશ્વાસ દીકરા માટે ઘાતક નીવડશે એવું લાગે છે. તેને કદાચ આવડે છે ઘણું, પણ તેને ઇમ્પ્લીમેન્ટ કરવામાં થાપ ખાય છે. ઠીકઠાક નોકરી કરે છે, પરંતુ તેના ખર્ચા કમાણી કરતાં વધુ છે. નોકરી ઉપરાંત કમાણી કરવા માટે બીજા કેટલાક સાઇડ ધંધા પણ કરે છે. પહેલાં મારી એક દુકાન હતી જે ભાડે આપી હોવાથી સારુંએવું ભાડું આવતું. દીકરાએ ધંધા માટે એ વાપરવાની શરૂ કરી છે. છેલ્લાં બે વર્ષથી ચાલતા તેના ધંધામાં એક રૂપિયાનોય પ્રૉફિટ થયો નથી. આજદિન સુધી ઘરખર્ચમાં તેણે એક રૂપિયો પણ નથી આપ્યો. બધું જ તે ખર્ચી નાખે છે. કપડાં, ઍક્સેસરીઝ અને પરફ્યુમ પાછળ ધૂમ પૈસો ખર્ચે છે. ત્રણ મોબાઇલ લઈને ફરે છે. વીકમાં બેથી ત્રણ દિવસ રાતે બારમાં પડ્યો રહે છે અને રાતના એક-બે વાગ્યે ઘરે આવે છે. મને ખબર પડી છે કે તે કોઈ રેડલાઇટ એરિયાની છોકરી સાથે ફરે છે. જ્યારે આ બાબતે તેને પૂછીએ છીએ તો ઉડાઉ જવાબ આપે છે. અમારું કીધું જરાય સાંભળતો નથી. મારા મોટા ભાઈએ તેને ચાર-પાંચ લાફા મારીને સાન ઠેકાણે લાવવા પ્રયત્ન કર્યો અને તેના ઘેર ગુજરાત લઈ ગયા છે. તેને સુધારવા માટે શું કરવું?

જવાબ : નાની ઉંમરે પૈસો આવી જાય પણ જવાબદારી ઉઠાવવાની તૈયારી ન હોય ત્યારે પૈસા હાથમાં આવતાં જ છોકરાઓ થોડીક વધુ છૂટછાટ અનુભવતા થઈ જાય છે. જો વધુ લગામ ખેંચી રાખવામાં આવે તો તેઓ વધુ સ્વચ્છંદ થઈ જાય છે.

તમારો દીકરો જો રેડલાઇટ એરિયામાં જતો હોય કે એવી છોકરી સાથે ફરતો હોય તો એ કોઈ પણ પિતાને ચિંતા કરાવે એવું છે, પરંતુ એ જ કારણસર તેને મારવું, નોકરી છોડાવીને બીજા શહેર મોકલી દેવાનું ઠીક નથી. એક વાર સ્વાતંત્ર્યનો સ્વાદ ચાખી ચૂકેલાં યુવક-યુવતીઓ પર જેટલાં વધુ નિયંત્રણો લાદીએ એટલી વધુ જોરથી સ્પ્રિંગ ઊછળે છે. અમુક ઉંમર પછી માતા-પિતાએ સંતાનો સાથે મિત્રતાનો સંબંધ બાંધવો જોઈએ. તેના દિલમાં શું છે અથવા તો તે ખરેખર આવું બધું કેમ કરે છે એ જાણવું હોય તો એક જ રસ્તો છે, તેના મિત્ર બનવાનો. આ ઉંમરે તેને પ્રેમ થયો હોય તો એમાં કશું જ ખોટું નથી. આ ઉંમર જ છે પ્રેમમાં પડવાની. જોકે લાગણીઓના ઉન્માદમાં વ્યક્તિ કેવી-કેવી ભૂલો કરી બેસે છે એનું તેને ભાન કરાવવાની જરૂર છે. એ તમે ઉપદેશ કે શિક્ષાથી નહીં કરાવી શકો. શંકા કરીને તમે મિત્ર નહીં બની શકો. તેની નોકરી છોડાવીને શું તમારે તેને ઘરે બેસીને બાપાની કમાણી પર જીવતો કરવો છે? તે જેની સાથે વધુ મોકળાશ અનુભવતો હોય તેને તમે આ બાબતે સમજાવવા કહેશો તો પણ ફાયદો થશે.

આત્મવિશ્વાસથી ભરપૂર યુવાનોને સાવ લગામ વિના છુટ્ટા મૂકી દેવાનું કે એકદમ લગામ સાથે કન્ટ્રોલમાં રાખવાનું બન્ને નુકસાનકારક છે. એના બદલે તેમના પર વધુ જવાબદારીઓ નાખવી જોઈએ. એનાથી તેમની કામની ક્ષમતા પણ વધે અને જવાબદારીઓ પૂરી કરવા માટેની ગંભીરતા પણ આવે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK