મારા ફ્રેન્ડ્સનું કહેવું છે કે એક વાર અબૉર્શન કરાવ્યું હોય તો ગર્ભાશયને નુકસાન થાય છે અને એને કારણે ફરીથી પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડે છે. શું આ વાત સાચી છે?

એક વાર સફળતા મળી હોય અને હવે તકલીફ પડતી હોય તો એનું કારણ શું હોઈ શકે?

man


સેક્સ-સંવાદ - ડૉ.રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૨૯ વર્ષની છે. મારાં લગ્નને ચારેક વર્ષ થયાં છે. અમારે પહેલું એક વર્ષ બાળક નહોતું જોઈતું, પરંતુ લગ્નના બીજા મહિનામાં જ ગર્ભ રહી ગયો હતો. એ વખતે મારી પત્નીએ બે વાર અબૉર્શન પિલ લઈને ગર્ભ પાડી દીધો હતો. હવે છેલ્લા ચારેક મહિનાથી અમારે બાળક જોઈએ છે, પણ એમાં સફળતા નથી મળતી. મારે એ જાણવું છે કે એક વખત ગર્ભપાત કરાવ્યો હોવાથી હવે અમને ગર્ભ રહેવામાં મુશ્કેલી થઈ શકે? તેના માસિકમાં પણ હમણાંથી ગરબડ થવાની શરૂ થઈ છે. દિવસોમાં અનિયમિતતા નથી, પરંતુ પહેલાં કરતાં હવે દુખાવો ખૂબ થાય છે. એક વાર સફળતા મળી હોય અને હવે તકલીફ પડતી હોય તો એનું કારણ શું હોઈ શકે? મારે સંભોગ કેવી રીતે કરવો? મારા ફ્રેન્ડ્સનું કહેવું છે કે એક વાર અબૉર્શન કરાવ્યું હોય તો ગર્ભાશયને નુકસાન થાય છે અને એને કારણે ફરીથી પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડે છે. શું આ વાત સાચી છે?

જવાબ : જો તમારી પત્નીને શરૂઆતમાં એક વાર ગર્ભ રહ્યો હોય તો બીજી વાર પણ ગર્ભ રહેવામાં કોઈ વિશેષ તકલીફ ન પડવી જોઈએ. ભૂતકાળમાં એક વાર ગર્ભપાત (અબૉર્શન) કરાવ્યો હોય તો ભવિષ્યમાં ગર્ભ ન રહે એ માન્યતા ખોટી છે. હા, ગર્ભપાત જો નિષ્ણાત વ્યક્તિ પાસે કરાવ્યો ન હોય તો ગરબડ થઈ શકે છે. તમે જે અબૉર્શન પિલનો સહારો લીધો હતો એ સંપૂર્ણપણે સેફ નથી. એનાથી ફલિત થયેલું ભ્રૂણ મૃત્યુ પામે છે, પરંતુ એના અવશેષો સંપૂર્ણપણે બહાર નીકળી જાય એવું ન પણ બને. અબૉર્શન દરમ્યાન યુટ્રસની યોગ્ય સફાઈ થઈ હોય એ જરૂરી છે, નહીંતર ઘણી વાર મૃત ભ્રૂણના અંશો અંદર રહી ગયા હોય તો એ સડે છે અને ઇન્ફેક્શન પેદા કરી શકે છે.

તમારી પત્નીને માસિક દરમ્યાન પેટમાં દુખાવો વધુ થાય છે એ પણ એક ઍબ્નૉર્મલ નિશાની તો ખરી જ. દુખાવો થવાનું કારણ પણ કંઈક હોઈ શકે છે જેનું નિદાન અને સારવાર થવી જરૂરી છે. જો શરૂઆતમાં બીજા જ મહિને ગર્ભ રહ્યો હોય અને હવે ચાર મહિનાથી ગર્ભ ન રહેતો હોય તો ગાયનેકોલૉજિસ્ટને બતાવીને ગર્ભાશયની તપાસ કરાવો.

આ દરમ્યાન તમે માસિકના આઠમા દિવસથી એકાંતરે દિવસે સમાગમ કરીને પ્રયત્ન ચાલુ રાખી શકો છો.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK