એક કન્યાએ યોગી આદિત્યનાથની તસવીર સાથે લગ્ન કરી લીધાં

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ગોરખપુર મંદિરના મહંત પણ રહી ચૂક્યા છે અને તેમનાં લગ્ન નથી થયાં. જોકે મંગળવારે સીતાપુર જિલ્લાની એક આંગણવાડીની ટીચરે દુલ્હન બનીને યોગી આદિત્યનાથની તસવીર સાથે લગ્નની વિધિ કરી હતી.

marriage yogi


મંત્રોચ્ચાર, વરમાળા અને ફેરા સહિતની તમામ રસમો નિભાવવામાં આવી હતી અને આ લગ્નમાં અતિથિઓનો આદરસત્કાર પણ કરવામાં આવ્યો હતો. યોગીની તસવીર સાથે લગ્ન કરનારી છોકરીનું નામ નીતુ સિંહ છે. તે સીતાપુર જિલ્લાના મહિલા આંગણવાડી કર્મચારી સંઘની અધ્યક્ષ છે. ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ ઑફિસની બહાર વિકાસભવન પાસે તેણે બૅન્ડવાજાં સાથે યોગીજીની તસવીર સાથે લગ્ન કર્યા હતાં. ફિલ્મી ગીતો વાગતાં હતાં ત્યારે તેણે તસવીરને વરમાળા પહેરાવી હતી અને હાજર લોકોમાં મીઠાઈ વહેંચવામાં આવી હતી. આ ઘટના વખતે મોટી સંખ્યામાં આંગણવાડીની મહિલા કાર્યકરો હાજર રહી હતી. આ તાયફો રચવાનું મૂળ કારણ હતું આંગણવાડીના વિકાસ માટેની તેમની ડિમાન્ડ તરફ ચીફ મિનિસ્ટરનું ધ્યાન દોરાય. દુલ્હન બનેલી જિલ્લા અધ્યક્ષ નીતુ સિંહનું કહેવું છે કે ‘સરકાર અમારું સાંભળી નથી રહી. યોગીજી હઠીલા હોવાથી એમ નહીં સાંભળે. એટલે અમે વિચાર્યું કે શાદી કરવાથી પોણાચાર લાખ બહેનોનું ભલું થતું હોય તો એ કરીએ. કદાચ લગ્ન પછી તેમને મહિલાઓની વૅલ્યુ ખબર ફડશે. આવતી કાલે યોગીજી સીતાપુર આવવાના છે. અમે તેમની સાથે જતા રહીશું. માગણી પૂરી નહીં થાય તો ઘોડી પર ચડીને જતા રહીશું. લોકો કહે છે કે દરેક પતિ પત્નીની તમામ જીદ પૂરી કરે છે એટલે અમે આ રસ્તો અપનાવ્યો છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy