મમ્મીના હાથનું ખાવાનું કેમ સ્વાદિષ્ટ લાગે છે?

બધી જ મમ્મીઓ કંઈ પાકકળાની નિષ્ણાત હોય એ જરૂરી નથી, છતાં મોટા ભાગના લોકોને પોતાની મમ્મીએ બનાવેલું ખાવાનું વધુ ભાવે છે.

mom food


એવું કેમ? ઈવન, ઘણા વખતથી હોટેલોમાંથી મોંઘાં પકવાનો ખાધાં હોય તોપણ જ્યારે મમ્મીના હાથની શાક-રોટલી મળે ત્યારે જે તૃપ્તિ થાય એ અવર્ણનીય હોય. આવું કેમ થાય છે? તમે કહેશો કે ભોજનમાં મમ્મીનો પ્રેમ ભળેલો હોય છે એટલે. યસ, આ વાત વૈજ્ઞાનિકો પણ સ્વીકારે છે. માત્ર ભોજન કઈ રેસિપીથી કે કઈ ચીજો વાપરીને બનાવાયું છે એ જ નહીં, કેવા ભાવથી બનાવાયું છે એનો પણ ફરક પડે છે. આપણે માત્ર ભોજનનો સ્વાદ સ્વાદેન્દ્રિયોથી જ નહીં, લાગણી સાથે પણ જોડીએ છીએ. બ્રિટનની બર્ડ્સ આઇ નામની ફ્રોઝન ફૂડ માટેની એક કંપનીના રિસર્ચરોએ કરેલા અભ્યાસમાં નોંધાયું છે કે જ્યારે માણસને ખબર પડે છે કે આ ફૂડ બનાવવા માટે કોઈએ ખૂબ સમય, શક્તિ ખર્ચીને ટ્રેડિશનલ રીતે ખાવાનું બનાવ્યું છે ત્યારે એનો સ્વાદ વધુ સારો લાગે છે. ક્રિસમસ-ડિનર માટે બે ગ્રુપને લગભગ એક સરખું જ ખાવાનું પીરસીને રિસર્ચરોએ એક પ્રયોગ કર્યો હતો. પહેલા ગ્રુપને કહેવામાં આવ્યું હતું કે આ ફૂડ ઘરોમાં બનતી રેસિપી મુજબ ગૃહિણીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે. ડિનર માટેની જગ્યાનું ડેકોરેશન પણ ઘર જેવી ફીલ આપે એવું હતું. બીજા ગ્રુપને કહેવામાં આવ્યું હતું કે ફૂડ પ્રોફેશનલ શેફ દ્વારા બનાવાયું છે અને આસપાસનું ડેકોરેશન પણ નૉર્મલ હતું. ભોજન પછી કરવામાં આવેલા સર્વેમાં નોંધાયું હતું કે પહેલા ગ્રુપના લોકોને ભોજન વધુ સ્વાદિષ્ટ લાગ્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy