ટ્રેનમાં યુવકે જગ્યા ન આપી તો યુવતી તેના ખોળામાં બેસી ગઈ

મેટ્રોમાં બેસવા કન્યા યુવકને ઉઠાડવા ઝઘડી, પણ પેલો ન જ માન્યો

girl men


પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જો કોઈ છોકરી ઊભી હોય ત્યારે ઊભા થઈને તેને જગ્યા આપવી એ સ્ત્રીદાક્ષિણ્ય કહેવાય છે, પણ જો કોઈ આવું દાક્ષિણ્ય ન દાખવે તો? વાત એમ હતી કે ચીનની મેટ્રોમાં એક જુવાનિયો બેઠો હતો. એક કન્યાએ આવીને તેને ઊઠીને પોતાના માટે જગ્યા ખાલી કરવા કહ્યું. પેલો ખસ્યો પણ નહીં. છોકરો જે સીટ પર બેઠો હતો એ સિનિયર સિટિઝન માટે રિઝર્વ્ડ સીટ હતી. એવા સમયે કોઈ મહિલા આવીને તેને ઉઠાડી ન શકે. કોઈ પણ ભોગે સીટ મેળવવા ઘાંઘી થયેલી કન્યા પહેલાં તો એ જુવાનિયાને ઉઠાડવા માટે મોટો ઝઘડો માંડે છે, પણ જ્યારે પેલો ટસનો મસ નથી થતો ત્યારે તે તેના ખોળામાં બેસી જાય છે.

પહેલાં તો પેલો જુવાનિયો થોડોક ખચકાય છે, પણ પેલી મહિલાને કોઈ સંકોચ નથી થતો. આ વિડિયો ચાઇનીઝ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ વેઇબો પર ખૂબ વાઇરલ થયો છે. હવે આ વિડિયો પરથી સ્થાનિક લોકોમાં ચર્ચા ઊઠી છે કે વરિષ્ઠ નાગરિકો માટે આરક્ષિત સીટ પર મહિલાનો કેટલો હક હોય?  

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy