ન્યુ ઝીલૅન્ડનાં પ્રધાન ડિલિવરી માટે સાઇકલ ચલાવીને હૉસ્પિટલ પહોંચ્યાં

ગઈ કાલે તેઓ ડિલિવરી માટે હૉસ્પિટલમાં ગયાં ત્યારે તેમણે કાર કે અન્ય કમ્ફર્ટેબલ વેહિકલને બદલે સાઇકલ પર જવાનું પસંદ કર્યું હતું

new zeland



હજી થોડાક સમય પહેલાં જ ન્યુ ઝીલૅન્ડના વડાં પ્રધાન જેસિન્ડા ઍર્ડર્ને બાળકને જન્મ આપ્યો હતો, હવે આ જ દેશનાં મહિલાવિકાસ પ્રધાન અને ગ્રીન પાર્ટીનાં સંસદસભ્ય જુલી ઍન જેન્ટર પણ બાળકને જન્મ આપવાનાં છે. હાલમાં જુલીને પૂરા મહિના જઈ રહ્યા છે અને ગમે ત્યારે ડિલિવરી થાય એમ છે. જોકે ગઈ કાલે તેઓ ડિલિવરી માટે હૉસ્પિટલમાં ગયાં ત્યારે તેમણે કાર કે અન્ય કમ્ફર્ટેબલ વેહિકલને બદલે સાઇકલ પર જવાનું પસંદ કર્યું હતું. જુલીએ જાતે જ પોતાનો ફુલટર્મ પ્રેગ્નન્સી સાથે સાઇક્લિંગ કરતો ફોટોગ્રાફ સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. ઑકલૅન્ડ સિટી હૉસ્પિટલ તેમના ઘરથી એક જ કિલોમીટરના અંતરે હતી અને એ તેમણે સાઇકલ ચલાવીને પાર કર્યું હતું. તેમને ઑલરેડી ૪૨ અઠવાડિયાંની પ્રેગ્નન્સી થઈ ચૂકી છે એટલે દવાઓ દ્વારા ડિલિવરી ઈન્ડ્યુસ કરવી જરૂરી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK