પતિના મૃત્યુ બાદ ૧૦ વર્ષમાં ૧૦૦થી વધુ અફેર કરી ચૂકી છે આ મહિલા

લંડનમાં રહેતી ગ્વાનેથ લી પહેલાં મૉડલ રહી ચૂકી છે અને હાલમાં ફાઇનૅન્શયલ ઍડ્વાઇઝરનું કામ કરે છે.

affairs lady







૪૭ વર્ષની ગ્વાનેથનો પતિ રૉબર્ટ દસ વર્ષ પહેલાં કૅન્સરને કારણે મૃત્યુ પામ્યો હતો. પતિના ગયા પછી દુખી થઈને જીવવાને બદલે ગ્વાનેથે પરિણીત પુરુષો સાથે ડેટ પર જવાનું અને અફેર કરવાનું શરૂ કરી દીધું છે. તેણે પરિણીત લોકો માટેની ઑનલાઇન ડેટિંગ સર્વિસ આપતી ઇલિસિટ એન્કાઉન્ટર્સ નામની વેબસાઇટ પર સાઇન-અપ કર્યું. નવ લાખ મેમ્બર્સ ધરાવતી આ એક્સ્ટ્રા-મૅરિટલ ડેટિંગની સૌથી મોટી વેબસાઇટ છે. આ સાઇટ પર તે લગ્નજીવનથી દુખી હોય એવા પતિઓના સંપર્કમાં આવી. તેનું કહેવું છે કે ‘કેટલાંય લગ્નો એટલા માટે તૂટે છે કેમ કે પુરુષોને સમય આપનારી અને સપોર્ટ કરનારી પાર્ટનર નથી મળતી. કોઈ બીજાની સાથે સંબંધ રાખવો એ ચીટિંગ નથી. લગ્નસંબંધને જાળવવા માટે પણ પુરુષોને ફિઝિકલ અને મેન્ટલ સપોર્ટ જોઈતો હોય છે જે હું આપું છું. પુરુષો બહુ એકલા પડી ગયાનું મહેસૂસ કરે છે. તેમની સાથે ફરવું, ક્વૉલિટી ટાઇમ ગાળવો અને રિલૅક્સેશન આપવાનું કામ હું કરું છું.’


ડેટિંગ-સાઇટની મદદથી આ બહેન ૧૦૦ જેટલા પુરુષો સાથે ડેટ અને અફેર ચલાવી ચૂક્યાં છે. તેમનો દાવો છે કે તેના કેટલાક બૉયફ્રેન્ડ્સની પત્નીઓ પણ જાણે છે કે તેમના પતિ મારી સાથે સંબંધ ધરાવે છે. આ મહિલાઓ સેક્સલાઇફથી દૂર રહેવા માગતી હોય છે. તેમના પતિની જરૂરિયાત બીજેથી પૂરી થઈ જતી હોવાથી તેમનું લગ્નજીવન ટકી જાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy