PM નરેન્દ્ર મોદી સાથે લગ્ન કરવા ધરણાં પર બેઠાં આ બહેન

ધરણાં અને વિરોધ-પ્રદર્શનો માટે જાણીતા દિલ્હીના જંતરમંતર પર આજકાલ ૪૪ વર્ષનાં ઓમ શાંતિ શર્મા નામનાં બહેન બેઠાં છે.

jaipur woman

રાજસ્થાનના જયપુરમાં રહેવાવાળાં આ બહેનની ઇચ્છા છે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે લગ્ન કરવાની. પોતાની આ ઇચ્છા પૂરી કરવા છેલ્લા એક મહિનાથી આ બહેન જંતરમંતર પર ધરણાં કરીને બેઠાં છે. આમ તો આ બહેન પરણેલાં છે, પણ તેમને પતિ તરફથી દગો થયો છે એવું તેમનું કહેવું છે. તેમના કહેવા મુજબ તેનું દુખ માત્ર ને માત્ર વડા પ્રધાન જ સમજી શકશે. તેમનું કહેવું છે કે વડા પ્રધાન તેનાથી ઉંમરમાં ઘણા મોટા છે એટલે તે તેમની સેવા કરવા માગે છે. તેઓ ગરીબ અને દુખી લોકોનો અવાજ સાંભળતા હોવાથી પ્રભાવિત થઈને તેણે આ પગલું ભર્યું છે. છેલ્લા એક મહિનાથી તે જંતર-મંતરની ફુટપાથ પર જ રહે છે અને રાતે ત્યાં જ સૂઈ જાય છે. ઘરેથી માત્ર એક ચાદર અને થોડાંક કપડાં લઈને તે અહીં આવી છે. એક ટીવી-ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે તે પોતાની જમીન વેચીને જે પૈસા મળશે એ વડા પ્રધાનને આપી દેશે. એક મહિનાથી બેસીને કંટાળેલાં બહેને હવે પોતાના નિવેદનમાં થોડોક ફેર કરી દીધો છે. તેનું કહેવું છે કે બસ, મોદીસાહેબ એક વાર તેને મળી લેશે તો પણ તે આ ધરણાં-પ્રદર્શન બંધ કરી દેશે.\

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy