પોતાની બ્રેઇન-સર્જરી દરમ્યાન આ સ્કૂલ-ટીચરે ડૉક્ટરને જોક્સ કહ્યા ને ગીતો ગાઈ સંભળાવ્યાં

ટ્યુમરની જગ્યા એવી ક્રિટિકલ હતી કે એ કાઢતી વખતે દર્દી જાગ્રત હોય એ જરૂરી હતું

opertion



સ્કૉટલૅન્ડના ગ્લાસગોમાં રહેતાં સારા ફિલો નામનાં સ્કૂલ-ટીચરને મગજમાં ગાંઠ થઈ હતી. એને કારણે તેમને વારંવાર વાઈના હુમલા આવતા. ડૉક્ટરને બતાવ્યું તો ખબર પડી કે તેમના મોટા મગજમાં ગાંઠ થઈ રહી છે જે ધીમે-ધીમે મોટી થઈ રહી છે. ટ્યુમરની જગ્યા એવી ક્રિટિકલ હતી કે એ કાઢતી વખતે દર્દી જાગ્રત હોય એ જરૂરી હતું. જો ટ્યુમર કાઢવામાં ન આવે તો ધીમે-ધીમે કરીને દરદીની બોલવા, સાંભળવા અને શરીરના હલનચલનની ક્ષમતા ક્ષીણ થઈ જાય એમ હતી. આ બહેન પર ડૉક્ટરોએ બ્રેઇન-સર્જરી કરી જે નવ કલાક ચાલી. વ્યવસાયે સ્કૂલ-ટીચર એવાં આ બહેન ક્યારેક સ્ટૅન્ડઅપ કૉમેડી અને ઑપેરા સિંગિંગ પણ કરતાં હતાં.

teacher


બહેને નવ કલાકની આ સર્જરી દરમ્યાન તેમની બધી જ સાઇડ-સ્કિલ્સ ડૉક્ટરો સામે રજૂ કરી હતી. પહેલાં તેણે ગીતો ગાયાં, પછી ડૉક્ટરોની સર્જરી કરવાની સ્ટાઇલ પર ઇન્સ્ટન્ટ કૉમેડી કરી અને પછી ઑપરેશન થિયેટરમાં હાજર સ્ટાફને સંબોધીને તેણે જોડકણાં રચીને ગાવાનું શરૂ કરી દીધું. જાગતા દરદી પર સર્જરી કરવાનું ન્યુરોસર્જનો માટે સામાન્ય થઈ ગયું છે, પરંતુ ઑપરેશન-ટેબલ પર દરદી આવી કૉમેડી કરતો હોય એવું ભાગ્યે જ બને.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK