ખભાનું હાડકું ગાયબ થઈ જતાં આ બહેનનો હાથ ૧૮૦ ડિગ્રી ફરવા લાગ્યો

દક્ષિણ ભારતના પૉન્ડિચેરીમાં રહેતાં ૩૭ વર્ષનાં એક બહેનને અજીબોગરીબ બીમારી થઈ છે

hand



આ બીમારીના કારણે તેઓ પોતાનો હાથ ૧૮૦ ડિગ્રી પાછળ ફેરવી શકે છે. શું કોઈ રોગને કારણે એવું શક્ય છે? ઍટ લીસ્ટ પૉન્ડિચેરી ઈન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાયન્સિસના ડૉક્ટરોની વાત માનીએ તો આ બહેનને ગોર્હમ-સ્ટૉટ ડિસીઝ થયો છે. આ રોગમાં શરીરમાંથી અચાનક જ હાડકાં ગાયબ થવા લાગે છે. આ રોગને કારણે શરીરના ચોક્કસ ભાગનું હાડકું એટલું પોચું અને નરમ પડી જાય કે એ હાડકાં જેવું કડક નથી રહેતું. એને કારણે એને જેમ વાળવું હોય એમ વળવા લાગે. એક્સ-રે કાઢો તો એમાં પણ આ હાડકું દેખાય નહીં એ હદે ગળી ગયું હોય છે. બ્રિટિશ મેડિકલ જર્નલમાં આ કેસ રિપોર્ટ થયો છે અને મેડિકલ દસ્તાવેજોમાં અત્યાર સુધીમાં આવા ૭૦ કેસ નોંધાઈ ચૂક્યા છે.

પૉન્ડિચેરીની આ મહિલાને લગભગ ત્રણ મહિનાથી હાથમાં દુખાવો થતો હતો. દુખાવાને કારણે બહેન એ હાથે વજન પણ ઉપાડી નહોતાં શકતાં. તેઓ ડૉક્ટર પાસે ગયાં એટલે તેમણે ચેક કર્યું. હાથ આગળ-પાછળ ફેરવવાની કોશિશ કરી તો તેમનો હાથ પાછળની તરફ પણ ૧૮૦ ડિગ્રી સુધી ફરતો હતો. ખભાના સાંધામાં કંઈ તકલીફ હશે એમ સમજીને એક્સ-રે કાઢ્યો તો એમાં ખભા અને હાથને જોડતું હાડકું જ ગાયબ હતું. આવું ગોર્હમ-સ્ટૉટ ડિસીઝમાં જ થાય છે. લોહીના ચોક્કસ કોષોમાં ગરબડ થવાને કારણે હાડકાંનો ભાગ ગળાવા લાગે છે. જોકે લોહીમાં કેમ ગરબડ થાય છે એ હજી ડૉક્ટરો શોધી નથી શક્યા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK