વૉકિંગ જેવી બેસ્ટ અને ઈઝી એક્સરસાઇઝ બીજી કોઈ નથી : મનીષ પોલ

રેડિયોજૉકી તરીકે કરીઅરની શરૂઆત કરી આજે ટીવીસ્ટાર બનેલો મનીષ પૉલ પોતાની લાઇફમાં પણ આ ફન્ડાને ફૉલો કરે છે. ઍક્ટર, ઍન્કર અને હવે ઝી ટીવીના સ્ટાર યા રૉકસ્ટાર રિયલિટી શોના કન્ટેસ્ટન્ટ તરીકે પર્ફોર્મ કરતા મનીષ પૉલે અત્યાર સુધીમાં સાત સિરિયલમાં લીડ રોલ કર્યા છે(ફિટનેસ - Funda)

ફિટનેસ એટલે ફિટ રહેવું અને ફિટ રહેવાનો મીનિંગ એ છે કે તમને કોઈ કામમાં લેઝીનેસ ફિલ ન થાય અને દિવસ આખો ફ્રેશનેસ સાથે પસાર થાય. ફિટનેસ બધા માટે જરૂરી છે, પણ એ આ ઍન્ગલથી જરૂરી છે. મારા માટે પણ ફિટનેસની આ વાત બહુ ઇમ્પૉર્ટન્ટ છે. મને ક્યારેય એનું ઓબ્સેશન નથી થયું. એટલે જ હું ફિટનેસ માટે ક્યારેય પાગલોની જેમ જિમની પાછળ દોડ્યો નથી કે મેં ક્યારેય મારા ઘરમાં જિમ બનાવવાનું વિચાર્યું નથી. હું ઘણા એવા ઍક્ટર્સને ઓળખું છું કે જેને આખો દિવસ જિમ જ યાદ આવ્યા કરતું હોય છે. જિમમાં જવા ન મળે તો એ લોકોનો મૂડ ખરાબ થઈ જાય છે. એ લોકોની વાતોમાં પણ જિમની, વર્કઆઉટની, એક્સરસાઇઝની કે પ્રોટીન પાઉડરની વાતો હોય છે. હું વર્કઆઉટ કરું છું, પણ મારું વર્કઆઉટ મારા લેવલનું અને મારા સ્ટૅન્ડર્ડનું હોય છે.

હું દરરોજ સવારના સાડાસાત વાગ્યે જાગી જાઉં છું. રાતના શૂટિંગમાં મોડું થયું હોય કે મીટિંગ કે પાર્ટીના કારણે લેટ થયું હોય તો પણ મારો સવારનો જાગવાનો ટાઇમ ફિક્સ રહે છે. વહેલા દિવસ શરૂ કરવો એ પણ ફિટનેસનો જ એક ઇમ્પૉર્ટન્ટ પાર્ટ છે. સવારે વહેલા જાગવાની આદત એક વખત રૂટીન થઈ જાય તો આપોઆપ કામ કરવાની મજા બદલાઈ જતી હોય છે. સવારે વહેલા ઊઠવાથી આખો દિવસ ફ્રેશ અને એનર્જેટિક ફીલ થતું હોય છે. મને નાનપણથી જ વહેલા ઊઠવાની આદત પડી છે. મારી આ હૅબિટના કારણે ઘણા બેનિફિટ પણ થયા છે. હું ગમે તેટલો બિઝી હોઉં, પણ વીકમાં ચાર દિવસ વર્કઆઉટ કરું છું. મોસ્ટ્લી હું કાર્ડિઓ એક્સરસાઇઝ અને વેઇટ-ટ્રેઇનિંગ કરું છું. લેગ-એક્સરસાઇઝ મને સહેજ પણ ગમતી નથી એટલે લેગ્સ પર કૅલરી સ્ટોર થાય એવું ફૂડ હું અવૉઇડ કરું છું. એવી લાઇફ પણ અવૉઇડ કરું છું કે જેમાં થાઇના ભાગ પર કૅલરી વધે.

મને વૉક બહુ ગમે છે. મારે મન વૉક જેવી બેસ્ટ અને ઈઝી એક્સરસાઇઝ બીજી કોઈ નથી. જો મારો મૂડ આવી જાય તો હું ડ્રાઇવરને કાર લઈને આગળ મોકલી દઉં અને પછી હું વૉક કરીને શૂટિંગ પર જાઉં છું. જોકે આવું હું ત્યારે જ કરું છું જ્યારે અર્લી મૉર્નિંગની શિફ્ટ હોય. ચારથી પાંચ કિલોમીટર તો હું બહુ ઈઝીલી ચાલી શકું છું. વૉક કર્યા પછી એક સરસ શાવર લઈ લઈએ તો એકદમ ફ્રેશ થઈ જવાય છે. કૅલરી બર્ન કરવા માટે વૉકિંગ બેસ્ટમાં બેસ્ટ એક્સરસાઇઝ છે.

કોઈ વખત અતિશય મીટિંગ હોય અને હું એક્સરસાઇઝ કે વૉક કરી ન શકું તો હું એ દિવસે અમારા અપાર્ટમેન્ટના બાર ફ્લોરની સીડી બેથી ત્રણ વાર ઊતર-ચડ કરી લઉં છું જેથી જરૂરી એક્સરસાઇઝ થઈ જાય અને દિવસ દરમ્યાન ખવાઈ ગયેલા કૅલરીવાળા ફૂડની કૅલરી બર્ન થઈ જાય.

ખાવામાં રાખો ધ્યાન

મારું ફૂડ બહુ સિમ્પલ હોય છે. સવારના બ્રેકફાસ્ટમાં ચાર એગ્સ, મિલ્કશેક અને બ્રાઉન બ્રેડ હોય છે. ક્યારેક ફાઇવ ગ્રેન બિસ્ક્ટ્સિ અને ગ્રીન ટીનો બ્રેકફાસ્ટ પણ હોય. આ બ્રેકફાસ્ટ પૂરો થયા પછી એક્સરસાઇઝ અને બીજી રૂટીન ઍક્ટિવિટી શરૂ થાય. મારાં રૂટીન કામ પૂરાં કર્યા પછી બે કલાકે હું ફણગાવેલાં કઠોળ, સોયાબીનની કોઈ વરાઇટી કે બીજો કોઈ નાસ્તો કરું. આ નાસ્તા પછી મારું લંચ આવે. લંચમાં હું ઘરેથી જ ટિફિન મંગાવું છું જેથી મારે હેવી ઑઇલમાં ફ્રાય થયેલું ફૂડ ખાવું ન પડે. મારું લંચ પણ સિમ્પલ હોય છે. દાલ, રોટી, સબ્ઝી, દહીં કે છાશ. સાંજના સમયે ફ્રૂટ, ફ્રૂટ જૂસ અને સૅન્ડવિચ ખાવાનું રાખું. ક્યારેક કૉર્નફ્લેક્સ હોય તો ક્યારેય પૌંઆ પણ હોય. સાંજના નાસ્તા પછી સીધું રાતે ડિનર. નૉર્મલી સૅલડ, પાસ્તા અને સૂપ જેવું લાઇટ ડિનર હું લઉં છું. મોડી રાતે ભૂખ લાગે તો હું ડ્રાયફ્રૂટ ખાઈ લઉં છું. સૌથી છેલ્લે રાતે સૂતી વખતે ગરમ દૂધ પીવાની મારી વષોર્ જૂની આદત છે.

સ્વીટ્સ મને બહુ ભાવે છે. એમાં પણ ગાજરનો હલવો અને ગરમ ગુલાબજાંબુ મારા સૌથી ફેવરિટ છે, પણ કૉલેજના દિવસો પૂરા થયા પછી મેં સ્વીટ્સ ખાવાની ઓછી કરી નાખી છે. સ્વીટ્સથી કેલેરી બહુ વધતી હોય છે. આ સિવાય પણ સ્વીટ્સ બીજી ઘણીબધી રીતે નુકસાન કરતી હોય છે એટલે ફિટનેસ માટે સૌથી પહેલું જો કોઈ સ્ટેપ લેવાનું હોય તો એ કે સ્વીટ ખાવાનું બંધ કરી દો અને જો બંધ ન થાય તો સ્વીટ ખાવાનું ઓછું કરી નાખો.

- વાતચીત અને શબ્દાંકન : રશ્મિન શાહ

 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy