સપનામાં નંબર આવ્યો અને ૨૭ કરોડ રૂપિયાની લૉટરી લાગી

લૉટરી જીતવી એ પ્યૉર નસીબની વાત છે, પરંતુ ઊંઘમાં આવેલા સપનાને અનુસરીને ખરીદેલી ટિકિટમાંથી લૉટરી લાગે એ નસીબની પણ આગળ વધી જાય એવા ચમત્કારની જ વાત કહી શકાય.

lottery

કૅનેડાના ઈસ્ટર્ન પૅસેજની ઓલ્ગા બેનો નામની એક સ્ત્રીને હમણાં અધધધ ૨૭ કરોડ રૂપિયાની જબ્બર લૉટરી લાગી. અગાઉ ચોથા સ્ટેજના કૅન્સરમાંથી પણ બેઠાં થઈ ગયેલાં આ બહેનનું કહેવું છે કે તેમને છેક મે-૧૯૮૯માં એક સપનું આવેલું. સપનામાં તેમને લૉટરીના નંબરો દેખાયા હતા. આ સપનાને ઈશ્વરીય સંકેત માનીને તેઓ એ જ નંબરની લૉટરીની ટિકિટો ખરીદતાં રહ્યાં હતાં. હમણાં એક સાંજે તેમણે ટીવી પર લૉટરીનો લકી ડ્રૉ જોયો તો ટિકિટના આંકડા જોઈને તેમને વિશ્વાસ ન થયો. કન્ફર્મ કરવા માટે બીજા દિવસે અખબારમાં પણ ક્રૉસ-ચેક કર્યું ત્યારે ખાતરી થઈ કે તેમને ખરેખર ૨૭ કરોડ રૂપિયાનો જૅકપૉટ લાગ્યો છે. હવે આ નાણાંમાંથી તેઓ પોતાનાં પરિવાર-બાળકો સાથે ડિઝનીવર્લ્ડ ફરવા જશે અને ત્યાર બાદ કાઉબૉય સ્ટાઇલનું એક મસ્ત ઘર બનાવડાવશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy