કન્ફ્યુઝન : નવું રિસર્ચ કહે છે કે વજન ઘટાડવા બ્રેકફાસ્ટ બંધ કરો

મોટા ભાગના ડાયટિશ્યનો અને ડૉક્ટરો સલાહ આપતા હોય છે કે સવારનો બ્રેકફાસ્ટ કદી મિસ ન કરવો જોઈએ.

breakfast

જોકે કેટલાક નિષ્ણાતો સાવ અલગ જ થિયરી ધરાવે છે. તેમનું કહેવું છે કે વજન ઘટાડવા માટે બ્રેકફાસ્ટ લેવાનું જ ટાળવું જોઈએ એટલું જ નહીં, બપોરે લંચનો સમય થાય ત્યાં સુધી કંઈ જ ખાવું ન જોઈએ. એને કારણે રાતના ભોજનથી સવારના ભોજન વચ્ચે લાંબો સમય ફાસ્ટિંગનો પિરિયડ રહે છે. બ્રિટનની લોબોરો યુનિવર્સિટી અને બેડફર્ડશરના ન્યુટ્રિશનિસ્ટ ડૉ. કીથ ટૉલ્ફ્રેના નેતૃત્વમાં થયેલા અભ્યાસમાં નોંધાયું છે કે બ્રેકફાસ્ટ ન કરવાથી રોજિંદી કૅલરીમાં ૩૫૩ કૅલરીનો સીધો ઘટાડો થાય છે, કૅલરીમાં ઘટાડા ઉપરાંત એનર્જી બળવાનું પ્રમાણ પણ વધુ રહે છે જેને કારણે વજન ઘટવામાં મદદ થાય છે.

એક બહુ પ્રચલિત માન્યતા રહી છે કે વજન ઘટાડવું હોય તો બ્રેકફાસ્ટ સૌથી હેવી કરવો જોઈએ અને ડિનર સાવ હલકું. જોકે આ નિષ્ણાતોનું કહેવું છે કે બ્રેકફાસ્ટ કરવાથી વજન ઘટે એ શક્ય નથી. ડિનર હળવું કરવું જોઈએ અને બ્રેકફાસ્ટ કરવાનું ટાળવું જોઈએ જેથી પાચનતંત્રને લાંબો સમય આરામ મળે અને શરીરમાં સંઘરાયેલી ચરબીમાંથી એનર્જી મેળવવાની નિયમિત વ્યવસ્થા સેટ થાય. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે સવારે બ્રેકફાસ્ટ કરવાને બદલે ગ્રીન ટી અથવા તો મિલ્ક વિનાની ઇંગ્લિશ બ્રેકફાસ્ટ ટી લેવામાં આવે તો મેટાબૉલિઝમ ઝડપી બને છે. અમેરિકાની યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયાના રિસર્ચરોએ સવારે માત્ર બ્લૅક ટી પીવાની આદત રાખવાથી ચયાપચયની ક્રિયા સુધરતી હોવાનું નોંધ્યું છે. આ બન્ને અભ્યાસનું સંયોજન કરીને બ્રિટિશ સાયન્ટિસ્ટોનું કહેવું છે કે વજન ઘટાડવા માટે બ્રેકફાસ્ટ બંધ કરો અને લંચટાઇમ સુધી ભૂખ્યા રહો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy