બ્રિટનની સંસદમાં પૉર્નસાઇટ ખોલવા થાય છે ધમપછાડા

બ્રિટનની સંસદમાં રોજ ૧૬૦ વાર પૉર્ન સાઇટ્સ ખોલવાની કોશિશ થાય છે

porn

બ્રિટનની પ્રેસ ઇન્ફર્મેશનના અહેવાલ મુજબ બ્રિટનના સંસદભવનમાં લાગેલાં કમ્પ્યુટર્સમાં ૨૦૧૭માં રોજની લગભગ ૧૬૦ વખત અશ્લીલ વેબસાઇટ ખોલવાની કોશિશ કરવામાં આવી હતી. ગયા વર્ષે જૂનમાં થયેલી સામાન્ય ચૂંટણી બાદ સંસદીય નેટવર્ક સાથે જોડાયેલાં ઉપકરણો દ્વારા ૨૪,૪૭૩ વાર અશ્લીલ વેબસાઇટ ખોલવાની કોશિશ કરવામાં આવી હતી.

વડાં પ્રધાન થેરેસા મે વેસ્ટમિન્સ્ટરમાં જાતીય ગેરવર્તણૂકના આક્ષેપનો સામનો કરી રહ્યાં છે. ૨૦૦૮માં વેસ્ટમિન્સ્ટરની તેમની ઑફિસમાં અશ્લીલ સામગ્રી મળી હતી. આ કેસમાં પોલીસને ગેરમાર્ગે દોરવાનો આરોપ તેમના પર મૂકવામાં આવ્યો છે. આ કેસમાં ગયા મહિને જ તેમના જૂના મિત્ર અને પ્રધાન ડેમિયન ગ્રીનને બરખાસ્ત કરવા પડ્યા હતા. સંસદીય ઇન્ટરનેટનો ઉપયોગ સંસદસભ્યો, ઉપલા ગૃહના સભ્યો અને તેમનો સ્ટાફ કરે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy