મકાનની તિરાડમાં પંખી બી મૂકી ગયું અને ઊગી નીકળ્યુ વડનું વૃક્ષ

અહીં રહેતા સૌથી જૂના રહેવાસીનું કહેવું હતું કે ૪૦થી વધુ વર્ષ પહેલાં દીવાલની એક તિરાડમાંથી આ વડની કૂંપળો ઉગવાનું શરૂ થયેલું જેને અમે નાની ડાળખી સમજીને અવગણ્યું હતું

tree



ચીનના ગુઆંગઝોઉ ટાઉનમાં ચાર માળનું એક બિલ્ડિંગ છે જેની દીવાલમાં છેલ્લાં ૪૦ વર્ષથી વડનું વૃક્ષ ફુલ્યુંફાલ્યું છે. આ વડને કારણે ઇમારતની મજબૂતાઈ જોખમમાં મુકાઈ હોવાથી થોડાક સમય પહેલાં સ્થાનિક રહેવાસીઓએ એને બહારથી ટ્રિમ કર્યું છે. અહીં રહેતા સૌથી જૂના રહેવાસીનું કહેવું હતું કે ૪૦થી વધુ વર્ષ પહેલાં દીવાલની એક તિરાડમાંથી આ વડની કૂંપળો ઉગવાનું શરૂ થયેલું જેને અમે નાની ડાળખી સમજીને અવગણ્યું હતું. જોકે ધીમે-ધીમે કરતાં આ વૃક્ષ એટલું મોટું થતું ગયું કે એ બિલ્ડિંગની એક તરફની આખી દીવાલને ફાડીને વિકસવા લાગ્યું. લગભગ ૭૦ વર્ષના એક દાદાનું કહેવું છે કે વર્ષો પહેલાં દીવાલની એ તિરાડમાં પંખીઓ આવીને બેસતાં હતાં. કદાચ એ પંખી જ ક્યાંકથી વડનું બીજ લાવ્યા હશે અને એમાંથી આ વૃક્ષ ઊગી નીકળ્યુ છે.

tree1


આ વૃક્ષ ચાર માળની ઇમારત કરતાંય ઊંચું થઈ ગયું અને આજુબાજુના એરિયામાં એ વડને કારણે આગવી ઓળખ પામવા લાગ્યું એટલે કેટલાક લોકોનું કહેવું હતું કે આ મકાનને ટૂરિસ્ટ અટ્રૅક્શન બનાવીને સાચવી રાખવું જોઈએ. જોકે એમાં રહેતા લોકોએ વાંધો ઉઠાવતાં વડની ડાળખીઓ કાપી નાખવામાં આવી છે. જોકે મકાનના ધાબા પરથી વડની લીલી કૂંપળો ફરી ઊગી નીકળી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK