પાંચ વર્ષની આ મિની-મૉડલના ઇન્સ્ટાગ્રામ પર છે હજારો ફૉલોઅર્સ

શિવાનીએ દીકરીની તસવીરોથી એક મૉડલિંગ પ્રોફાઇલ તૈયાર કરવાનું શરૂ કરેલું અને પછી લોકોનું રીઍક્શન શું છે એ જોવા માટે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ખોલીને એમાં તસવીરો અપલોડ કરવાનું શરૂ કર્યુ

mini model



ઑસ્ટ્રેલિયામાં રહેતી ઝારા પાનુ નામની પાંચ વર્ષની છોકરી કોઈ અનુભવી મૉડલને પણ પછાડે એવો કૉન્ફિડન્સ અને લુક ધરાવે છે. રોજ જાતજાતનાં કપડાં પહેરીને અને સજીધજીને ફરવાની શોખીન ઝારાને તેની મમ્મીએ હજી છ મહિના પહેલાં જ મૉડલિંગ કરાવવાનું શરૂ કર્યું છે. તે સ્કૂલથી પાછી આવે એટલે ઝારા અને તેની મમ્મી શિવાની અલગ-અલગ પ્રકારના કૉસ્ચ્યુમ્સ ટ્રાય કરીને એનું ફોટોસેશન કરે છે. શિવાનીએ દીકરીની તસવીરોથી એક મૉડલિંગ પ્રોફાઇલ તૈયાર કરવાનું શરૂ કરેલું અને પછી લોકોનું રીઍક્શન શું છે એ જોવા માટે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ખોલીને એમાં તસવીરો અપલોડ કરવાનું શરૂ કર્યુ. આ સ્માર્ટ છોકરીની તસવીરો સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે અને તેના લગભગ ૮૮,૦૦૦થી વધુ ફૉલોઅર્સ થઈ ચૂક્યા છે. તેને અમેરિકામાં યોજાયેલી વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ પર્ફોમિંગ આર્ટ્સમાં ભાગ લેવાનું આમંત્રણ મળ્યું હતું અને એ કૉન્ટેસ્ટમાં ઝારાને કૅઝ્યુઅલ વેર માટે ગોલ્ડ મેડલ અને ફૉર્મલ વેર માટે બ્રોન્ઝ મેડલ મYયો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK