મધ્ય પ્રદેશમાં કૉન્ગ્રેસની સરકાર આવશે તો ખેડૂતોનું દેવું માફ : રાહુલ ગાંધી

મંદસૌરમાં ખેડૂતો પરના પોલીસદમનની પ્રથમ વરસીએ કૉન્ગ્રેસઅધ્યક્ષે કહ્યું કે મોદી સરકારની મેક ઇન ઇન્ડિયા ઝુંબેશ ફેલ ગઈ છે અને બજારો ચીની માલથી ઊભરાય છે

rahul

મધ્ય પ્રદેશના મંદસૌર જિલ્લામાં ખેડૂતો પર થયેલા ગોળીબારની ઘટનાની પહેલી વરસી પર ગઈ કાલે કૉન્ગ્રેસઅધ્યક્ષ રાહુલ ગાંધીએ હંમેશની જેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. આ પ્રસંગે ખેડૂતોની રૅલીને સંબોધિત કરતાં રાહુલે મધ્ય પ્રદેશમાં થનારી વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર કરવો પણ શરૂ કરી દીધો હતો. રૅલીમાં રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશમાં કૉન્ગ્રેસની સરકાર આવશે તો ૧૦ દિવસની અંદર ખેડૂતોનું દેવું માફ કરવાનું વચન પણ આપ્યું હતું.

રૅલીની શરૂઆતમાં રાહુલ ગાંધીએ ગયા વર્ષે ગોળીબારમાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને મળીને વચન આપ્યું હતું કે જો કૉન્ગ્રેસની સરકાર આવશે તો તેમને ૧૦ દિવસની અંદર ન્યાય મળશે. મોટા ઉદ્યોગપતિઓનાં •ણ માફ થાય છે પણ ખેડૂતોનાં નહીં એવો આક્ષેપ પણ તેમણે BJP સરકાર પર લગાવ્યો હતો.

બીજું શું-શું કહ્યું રાહુલે?

દરેક જિલ્લામાં ફૂડ પ્રોસેસિંગ યુનિટ ખોલવામાં આવશે અને એમાં સ્થાનિક લોકોને રોજગાર આપવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને વચન આપ્યું હતું કે ખેડૂતોને પાકની પૂરી કિંમત મળશે, પણ તેમણે દગો કર્યો છે.

મોદીએ દેશના બે કરોડ યુવાનોને દર વર્ષે રોજગાર અને બૅન્ક-અકાઉન્ટમાં ૧૫ લાખ રૂપિયા રોકડા આપવાનું વચન આપ્યું હતું. જોકે યુવાનોને રોજગાર આપવાને સ્થાને દેશમાં ઠેર-ઠેર ચીની સામાન વેચાઈ રહ્યો છે.

નરેન્દ્ર મોદીનું મેઇક ઇન ઇન્ડિયા અભિયાન સદંતર ફેલ ગયું છે. ભારતની બજાર ચીની માલથી ઊભરાઈ રહી છે.

આપણા વડા પ્રધાન ચીની  વડા પ્રધાન સાથે ગુજરાતમાં હીંચકા પર ઝૂલે છે. ચીન ડોકલામ પર કબજો જમાવે તો પણ નરેન્દ્ર મોદી એક હરફ ઉચારતા નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy