દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપશો તો હું BJP માટે પ્રચાર કરીશ : કેજરીવાલ

દિલ્હીના મુખ્ય પ્રધાને કહ્યું કે જો આ માગણી પૂરી કરવામાં નહીં આવે તો દિલ્હીની જનતા BJPને દિલ્હી છોડવા જણાવશે

kejriwal

દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગણી કરી રહેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગઈ કાલે વિધાનસભામાં જણાવ્યું હતું કે ‘જો BJP દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપશે તો હું BJP માટે પ્રચાર કરીશ, પરંતુ જો આ માગણી પૂરી નહીં કરાય તો અહીંની જનતા BJPને દિલ્હી છોડવા જણાવશે.’

આ અગાઉ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પૂર્ણ રાજ્યની માગણી સાથે ‘લેફ્ટનન્ટ ગવર્નર દિલ્હી છોડો’ ઝુંબેશ શરૂ કરી હતી. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમથી આ ઝુંબેશની શરૂઆત કરતાં કેજરીવાલે જણાવ્યું હતું કે ‘કેન્દ્ર સરકાર અને વડા પ્રધાનની ઑફિસ દ્વારા સતત અમારા કામમાં રોડા નાખવાની કોશિશ કરવામાં આવી રહી છે.’

AAPના વૉર્ડના પદાધિકારીઓ તથા વિધાનસભ્યોને સંબોધિત કરતાં કેજરીવાલે કહ્યું હતું કે ‘દિલ્હીને પૂર્ણ રાજ્ય અપાવવાની લડાઈ સ્વતંત્રતા-સંઘર્ષ જેવી છે. મહાત્મા ગાંધીએ બ્રિટિશ શાસન દરમ્યાન ‘ભારત છોડો’ આંદોલન શરૂ કર્યું હતું અને હવે AAP ‘લેફ્ટનન્ટ ગવર્નર દિલ્હી છોડો’ ઝુંબેશ શરૂ કરશે. ૧૯૪૭માં ભારતને આઝાદી મળી અને તમામ બ્રિટિશ વાઇસરૉય હટાવી દેવાયા, પણ દિલ્હીમાં લેફ્ટનન્ટ ગવર્નરને વાઇસરૉયના સ્થાને નીમવામાં આવ્યા. AAPના નેતાઓ, વિધાનસભ્યો અને કાર્યકર્તાઓ ૧૭ જૂનથી ૨૪ જૂન સુધી દિલ્હીમાં ૩૦૦ સ્થળોએ સભા યોજશે. બીજા તબક્કામાં ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં પક્ષના કાર્યકર્તાઓના સંમેલનનું આયોજન કરવાની યોજના છે. આ સંમેલનમાં આગળનાં પગલાં વિશે વિચારણા કરવામાં આવશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK