કાશ્મીરના વિશેષ દરજ્જાને પડકારતી પિટિશનની સુનાવણી બંધારણીય બેન્ચને સોંપવામાં આવશે?

હવે પછી સુનાવણી ૨૭ ઑગસ્ટે થશે ત્યારે બેન્ચ તમામ પક્ષોની દલીલ સાંભળશે

જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી બંધારણની ૩૫A કલમની માન્યતાને પડકારતી અરજીની ગઈ કાલની સુનાવણીને મોકૂફ રાખતાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું હતું કે આ કેસની સુનાવણી હવે ૨૭ ઑગસ્ટે કરવામાં આવશે. ૨૭ ઑગસ્ટે  આ કેસને બંધારણીય બેન્ચમાં મોકલવાનો નિર્ણય લઈ શકે છે. આ કલમને ભેદભાવયુક્ત ગણાવતાં દિલ્હીની સામાજિક સંસ્થા ‘વી ધ સિટિઝન’એ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

ચીફ જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ ખાનવિલકરે ગઈ કાલે આ સુનાવણીને મોકૂફ રાખતાં કહ્યું હતું કે ‘અમારી ત્રણ સભ્યોની બેન્ચે નક્કી કરવાનું છે કે શું આ મુદ્દો પાંચ જજની બેન્ચને સોંપવામાં આવે? જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ રજા પર હોવાને કારણે આ કેસની સુનાવણી કરવાનું શક્ય નથી.’

ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે ‘બંધારણના આર્ટિકલ ૧૪૫ હેઠળ કોઈ પણ જોગવાઈને પડકારી શકાય છે. આવામાં એ જોવું જરૂરી છે કે શું કલમ ૩૫A બંધારણની મૂળ ભાવનાને તોડતી નથીને? આ મામલે અમે અરજીકર્તા, ઍટર્ની જનરલ અને જમ્મુ-કાશ્મીર સરકારની દલીલો સાંભળીશું.’

વિરોધ શું કામ?

૩૫Aના વિરોધમાં બે દલીલ કરવામાં આવે છે. એક તો આ રાજ્ય અન્ય રાજ્યના ભારતીય નાગરિકોને કાયમી નાગરિક માનવાનો ઇનકાર કરે છે, જેને લીધે અન્ય રાજ્યના નાગરિકો ન તો અહીં નોકરી મેળવી શકે છે કે ન અહીં પ્રૉપર્ટી ખરીદી શકે છે. આ સાથે જ આ પ્રદેશની કોઈ યુવતીએ અન્ય રાજ્યના યુવક સાથે લગ્ન કર્યાં હોય તો તેને સંપત્તિના અધિકારથી વંચિત કરવામાં આર્ટિકલ ૩૫ખ્નો આધાર લેવાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK