અટલ બિહારી વાજપેયી અપરિણીત કેમ રહ્યા?

તેમણે એક વાર કહેલું કે જીવનનું ઘટનાચક્ર એ રીતે ચાલતું રહ્યું કે હું એમાં ગૂંચવાતો રહ્યો અને લગ્નનું મુરત કાઢી ન શક્યો

atal



અટલ બિહારી વાજપેયીનો ઉલ્લેખ થાય ત્યારે એક  સવાલ ચોક્કસ પુછાય કે તેમણે લગ્ન કેમ નહોતાં કર્યા? જ્યારે તેઓ સાર્વજનિક જીવનમાં હતા ત્યારે પણ કોઈ જો આ પ્રશ્ન તેમને પૂછતું તો તેમનો જવાબ લગભગ એવો જ રહેતો કે વ્યસ્તતાને કારણે લગ્ન ન થઈ શક્યાં. જોકે તેમની નજીકના લોકોનું માનવું છે કે રાજકારણમાં રહી દેશસેવા કરવાના વ્રતને કારણે તેઓ આજીવન અવિવાહિત રહ્યા. તેમણે rss માટે આજીવન અવિવાહિત રહેવાનો નિર્ણય લીધો હતો.

અટલજીએ અનેક વાર જાહેર જીવનમાં આનો ખુલાસાવાર જવાબ આપ્યો હતો. ભૂતપૂર્વ પત્રકાર અને હવે કૉન્ગ્રેસના નેતા રાજીવ શુક્લાએ એક ઇન્ટરવ્યુમાં આ પ્રશ્ન કરતાં તેમણે કહ્યું હતું કે ‘જીવનનું ઘટનાચક્ર એ રીતે ચાલતું રહ્યું કે હું એમાં ગૂંચવાતો રહ્યો અને લગ્નનું મુરત કાઢી ન શક્યો.’

રાજીવે એમ પણ પૂછ્યું કે કોઈ સાથે પ્રેમસંબંધ પણ ન રહ્યો જીવનમાં? ત્યારે તેમણે જણાવ્યું કે પ્રેમસંબંધની ચર્ચા જાહેરમાં ન કરાય. જોકે આ જ ઇન્ટરવ્યુમાં તેમણે એ પણ કબૂલ્યું હતું કે તેઓ ભીડમાં પણ હોય તો એકલતા અનુભવે છે.

અટલજી જ્યારે ગ્વાલિયરની કૉલેજમાં હતા એ સમયની વાત છે. પત્રકાર કુલદીપ નાયરે જણાવ્યા મુજબ અટલજી અને રાજકુમારી કૌલ વચ્ચેના સંબંધની વાત રાજકીય વતુર્ળોમાં ચર્ચાનો વિષય રહી હતી. જોકે બન્નેએ પોતાના સંબંધને કોઈ નામ નહોતું આપ્યું. દક્ષિણ ભારતના પત્રકાર ગિરીશ નિકમે જણાવ્યા મુજબ અટલજીના ઘરે ફોન કરો તો ફોન શ્રીમતી કૌલ જ ઉઠાવતાં. તેઓ પોતાને અટલજીનાં સૌથી જૂનાં, ૪૦ વર્ષ કરતાં પણ વધુ જૂનાં મિત્ર ગણાવતાં હતાં.



Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK