અમિત શાહે હેમા માલિનીને આપી સલાહ જીભ સંભાળીને બોલો

અભિનેત્રીએ એમ કહેલું કે હું ઉત્તરપ્રદેશની મુખ્ય પ્રધાન ચપટી વગાડતાં થઈ શકું છું

animamilini

 BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગઈ કાલે પક્ષના સાંસદોને ૨૦૧૯ની આગામી લોકસભાની ચૂંટણી પહેલાં વિવાદાસ્પદ નિવેદનો કરવાથી દૂર રહેવાની ચેતવણી આપી હતી. સૂત્રોએ જણાવ્યા મુજબ અમિત શાહે મીટિંગમાં વિશેષપણે સંગીત સોમ, હેમા માલિની, સુરેશ રાણા, મુરલી મનોહર જોશી, સંજીવ બાલયાન અને રાજેન્દ્ર અગરવાલને ચેતવણી આપી હતી. અભિનેત્રીમાંથી રાજકારણી બનેલાં હેમા માલિની આજકાલ તેમનાં વિવાદાસ્પદ નિવેદનો માટે ચર્ચામાં છે, જેને કારણે ભાજપને આગામી ચૂંટણીમાં આકરાં પરિણામો ભોગવવાં પડી શકે છે. મથુરાથી ચૂંટાઈ આવેલાં સંસદસભ્ય હેમા માલિનીએ તાજેતરમાં જણાવ્યું હતું કે તે ધારે તો એક મિનિટમાં મુખ્ય પ્રધાન બની શકે એમ છે, પણ તે પોતાની જાતને બાંધવા માગતી નથી.આ અગાઉ કમલા મિલ્સ કમ્પાઉન્ડની દુર્ઘટના વખતે તેમણે આ ઘટના માટે મુંબઈમાં વધી રહેલી વસ્તીને જવાબદાર ગણાવી હતી. કમલા મિલ્સ કમ્પાઉન્ડની દુર્ઘટનામાં ૧૪ જણનાં મૃત્યુ થયાં હતાં. સોમ, રાણા અને બલયાન ૨૦૧૩માં થયેલા મુઝફ્ફરનગરના રમખાણના આરોપી છે જેમાં ૬૨ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK