ઉત્તરકાશીમાં ભૂસ્ખલનને કારણે તારાજી, ગંગોત્રી હાઈવે પર ફસાયા 700 કાવડ યાત્રી

ડબરાણી નજીક ગંગોત્રી હાઈવે પર જબરજસ્ત ભૂસ્ખલનને પગલે રસ્તા બંધ થઈ ચૂક્યા છે. જેને પગલે ધરાલીથી પાછઆ ફરી રહેલા જિલાધિકારી ડૉ.આશિષ ચૌહાણ સહિત 700 કાવડ યાત્રીઓ ફસાયા છે.

KASHI


ઉત્તરકાશીથી 55 કિલોમીટર દૂર ડબરાણી નજીક ગંગોત્રી હાઈવે પર જબરજસ્ત ભૂસ્ખલનને પગલે રસ્તા બંધ થઈ ચૂક્યા છે. જેને પગલે ધરાલીથી પાછઆ ફરી રહેલા જિલાધિકારી ડૉ.આશિષ ચૌહાણ સહિત 700 કાવડ યાત્રીઓ ફસાયા છે. સીમા સડક સંગઠનના જવાનો કાટમાળ હટાવવાની કામગીરી કરી રહ્યા છે.

KASHI1

બુધવારે રાત્રે ઉત્તરકાશઈથી 80 કિલોમીટર દૂર ધરાલીના ખીરગંગામાં પણ તારાજી સર્જાઈ હતી. ધારાલીમાં 20થી વધુ હોટલ, દુકાનો અને ઘરમાં કાટમાળ ઘૂસી ગયો હતો. રોડ નજીક ઉભેલા વાહનો પણ મલબામાંદ બાઈ ગયા. સંપર્ક ન થઈ શકવાને કારણે પ્રશાસનને આ દુર્ઘટનાની છેક સવારે જાણ થઈ.

KASHI2

સવારે 8 વાગે ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી ઉત્તરકાશી લઈ જવાયા. જિલ્લાધિકારી ડૉ.આશિષ ચૌહાણના કહેવા મુજબ એસડીએમ દેવેન્દ્રસિંહ નેગીને ધરાલીમાં જ કેમ્પ કરવા નિર્દેશ અપાયા છે.

KASHI3



બીઆરઓ, SDRFની ટીમ રસ્તો ખોલવા પ્રયત્નશીલ છે. પરંતુ પહાડો પરથી હજી વધુ કાટમાળ અને જમીન ધસી રહી છે. જેને કારણે હાઈવે ખોલવામાં મુશ્કેલી પડી રહી છે.

સુહગ સુધી દ્વિચક્રી વાહનો માટે બીઆરઓએ રસ્તો ખોલી નાખ્યો છે. જે બાદ બાઈક સવારો દ્વારા 400 કાવડિયાનું રેસ્ક્યુ કરાયુ છે. જો કે હજી પણ 60થી વધુ મોટા વાહન અને 300થી વધુ કાવડિયા ફસાયેલા જ છે.

KASHI4

જોશીમઠ મલારી માર્ગ પર કાટમાળ આવવાથી વાહનવ્યવહાર ઠપ થઈ ચૂક્યો છે. જેને પગલે ચીન સરહદ તરફ સૈન્યના વાહનો પણ નથી પહોંચી શક્તા. બીઆરઓના કમાન્ડર એસ એસ મક્કડના કહેવા મુજબ મોજી રાત સુધીમાં રસ્તા ખુલી જશે.
હાલ પણ રાજ્યના પર્વતીય વિસ્તારના કેટલાક ગામો સંપર્ક વિહોણા છે, રાજ્યમાં ભૂસ્ખલનને કારણે 113 રસ્તા બંધ થઈ ચૂક્યા છે.

શનિવારે પણ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના કહેવા મુજબ શનિવારે પણ ભારે વરસાદની શક્યતા છે. આ દરમિયાન દહેરાદૂન, ટિહરી, નૈનીતાલ, ઉદમસિંહ નગર, ચંપાવત અને નૈનીતાલમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે સોમવાર સુધી ભારે વરસાદ પડવાની પણ સંભાવના વ્યક્ત કરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK