ઉત્તર પ્રદેશમાં લોકસભાની બે પેટાચૂંટણીમાં વોટર્સનો નિરુત્સાહ

ગોરખપુરમાં ૪૩ ટકા અને ફૂલપુરમાં ૩૭.૩૯ ટકા મતદાન

election

ઉત્તર પ્રદેશમાં ગઈ કાલે યોજાયેલી ગોરખપુર અને ફૂલપુર લોકસભા સીટની પેટાચૂંટણીમાં ખાસ્સું ઓછું મતદાન થયું હતું. ગોરખપુરમાં ૪૩ ટકા અને ફૂલપુરમાં ૩૭.૩૯ ટકા વોટિંગ થયું હતું. બન્ને ઠેકાણે મતદાન શાંતિથી પાર પડ્યું હતું. બન્ને મતદારક્ષેત્રમાં મતગણતરી ૧૪ માર્ચે કરવામાં આવશે. બન્ને મતવિસ્તારનાં કેટલાંક બૂથો પર EVMમાં ગરબડની ફરિયાદ મળી હતી. જોકે તરત જ ખામીવાળાં ચ્સ્પ્ બદલવામાં આવ્યાં હતાં. આની મતદાન પર કોઈ અસર પડી નહોતી. મતદાનની દૃષ્ટિએ દેશના સૌથી મહત્વના મનાતા આ મતવિસ્તારોમાં અપેક્ષા કરતાં ઓછા મતદાન માટે લોકોમાં મતદાન માટેના ઉત્સાહનો અભાવ જોવા મળ્યો હતો.

મુક્ત અને ન્યાયી મતદાન માટે વિસ્તારમાં ચાંપતી સુરક્ષાવ્યવસ્થાના ભાગરૂપે પ્રોવિન્શિયલ આર્મ્ડ કૉન્સ્ટેબ્યુલરી અને હોમગાર્ડ જવાનો ઉપરાંત સેન્ટ્રલ પૅરામિલિટરી ર્ફોસની ૬૫ કંપની તહેનાત કરવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય રાજ્યની વિધાનપરિષદમાં ચૂંટાઈ આવતાં બન્નેએ લોકસભાના સભ્યપદ પરથી રાજીનામું આપ્યું હતું, જેને પગલે આ મતદાનક્ષેત્રમાં પેટાચૂંટણી યોજવી આવશ્યક થઈ હતી.

અરરિયામાં ૫૭ ટકા મતદાન

બિહારમાં અરરિયા લોકસભા મતદારક્ષેત્રમાં ગઈ કાલે યોજાયેલી પેટાચૂંટણીમાં ૫૭ ટકા મતદાન થયું હતું. આગામી વર્ષે થનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં આ મતદારક્ષેત્રમાં યોજાયેલી પેટાચૂંટણીને શાસક JD(U)-BJPના જોડાણ તેમ જ વિરોધ પક્ષ RJD-કૉન્ગ્રેસના જોડાણ માટે એક ટેસ્ટ સમાન મનાઈ રહી છે. મતગણતરી ૧૪ માર્ચે કરવામાં આવશે.

ભભુઆ અને જેહાનાબાદ વિધાનસભા મતવિસ્તારમાં પણ ગઈ કાલે પેટાચૂંટણી યોજાઈ હતી. ભભુઆમાં ૫૪.૦૩ ટકા અને જેહાનાબાદમાં ૫૦.૦૬ ટકા મતદાન નોંધાયું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK