રાત્રે છોકરીઓને લેવા કાર આવતી ને સવારે તેમને પાછી મૂકી જતી

ઉત્તર પ્રદેશના બાલિકાગૃહમાં પણ થતો હતો બળાત્કાર : પોલીસ પાસે માંડ-માંડ પહોંચેલી એક છોકરીએે કહ્યું...

bihar


ઉત્તર પ્રદેશના દેવરિયામાં પણ બિહારના મુઝફ્ફરપુરના શેલ્ટર હોમ જેવો કિસ્સો બહાર આવ્યો છે. દેવરિયા શેલ્ટર હોમમાંથી ભાગેલી ૧૦ વર્ષની એક છોકરીએ તેમ જ ત્યાંથી છોડાવવામાં આવેલી ૨૪ છોકરીઓએ જણાવેલી વાતો સાંભળીને જ કાંપી જવાય એવી છે. જોકે આ શેલ્ટર હોમમાંની ૧૮ છોકરીઓ હજી ગુમ છે. મુક્ત કરાવાયેલી છોકરીઓએ તેમને કઈ રીતે કારમાં શેલ્ટર હોમની બહાર લઈ જવાતી હતી અને પાછી લાવવામાં આવતી હતી એ પોલીસને જણાવ્યું છે.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે દેવરિયાના ડિસ્ટિÿક્ટ મૅજિસ્ટ્રેટને સસ્પેન્ડ કરીને આ કેસમાં સખત કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. દેવરિયા શેલ્ટર હોમની સંચાલિકા ગિરિજા ત્રિપાઠી અને તેના પતિ મોહન અને અન્ય એક જણની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ આ દંપતીની દીકરી કંચનને શોધી રહી છે.

શેલ્ટર હોમમાંથી છૂ થઈ જનાર એક છોકરીએ પોલીસને જણાવ્યું હતું કે ‘હું મૂળ બિહારની રહેવાસી છું. ત્રણ વર્ષ પહેલાં મમ્મીનું મૃત્યુ થતાં પિતાએ બીજાં લગ્ન કર્યાં અને મને ઘરમાંથી કાઢી મૂકી હતી. મોસાળમાં પણ કોઈએ આશ્રય ન આપતાં હું રસ્તા પર આવી ગઈ હતી. કેટલાક લોકોએ મને પોલીસને સોંપી જેણે આ શેલ્ટર હોમમાં મૂકી હતી. ત્યારથી હું આ શેલ્ટર હોમમાં જ રહેતી હતી.’

સૂત્રોએ કહ્યું હતું કે ‘રાત્રે કાર મોટી અને નાની છોકરીઓને લેવા આવતી અને સવારે છ વાગ્યે તેમને પાછી મૂકી જવામાં આવતી. તેમના હાથમાં ૫૦૦થી ૧૫૦૦ રૂપિયા પણ થમાવવામાં આવતા.’

શેલ્ટર હોમમાંથી છોકરીઓના આવવા-જવા સંબંધે તેણે જણાવ્યું હતું કે ‘શેલ્ટર હોમની મોટી મૅડમ છોકરીઓને ક્યારેક સફેદ તો ક્યારેક લાલ અને ક્યારેક કાળી ગાડીમાં લઈ જતી હતી. મોટા ભાગે તેમને સાંજે લઈ જવામાં આવતી હતી અને સવારે તેઓ પાછી ફરતી હતી. આ છોકરીઓને ક્યાં લઈ જવાતી હતી એ બાબતે મને કંઈ ખબર નથી, પણ સવારે પાછી ફરેલી છોકરીઓ ખૂબ રડતી હતી તેમ જ પરેશાન જણાતી હતી. જોકે તેઓ કોઈ સાથે વાત નહોતી કરતી. શેલ્ટર હોમમાં તેમને એકબીજા સાથે વધુ વાતો કરવાની પરવાનગી નહોતી. જો કોઈ વાતો કરતી દેખાય તો મોટી અને નાની મૅડમ મળીને તેની ખૂબ પિટાઈ કરતી હતી. હું આ શેલ્ટર હોમમાં સાફ-સફાઈ, વાસણ ધોવા અને ઝાડુ મારવા જેવાં કામો કરતી હતી.’

પોલીસે જણાવ્યું હતું કે આ શેલ્ટર હોમ ગેરકાયદે ચાલતું હતું. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા તપાસ થયા બાદ આ શેલ્ટર હોમનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું હતું. પ્રશાસન દ્વારા શેલ્ટર હોમની છોકરીઓને અન્યત્ર ખસેડવા જણાવાયું હતું. જોકે સંસ્થા ખાલી કરાવવા પહોંચેલા લોકો સાથે સંચાલિકાએ ઉદ્ધત વર્તન કરતાં તેઓ શેલ્ટર હોમ ખાલી કરાવ્યા વિના જ પાછા ફર્યા હતા. શેલ્ટર હોમ ચલાવતાં પતિ-પત્ની ઉપરાંત એક વ્યક્તિ એમ કુલ ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આરોપી જેલમાં પણ કરે છે એશ

બિહારના મુઝફ્ફરપુર શેલ્ટર હોમ રેપકેસનો વગદાર મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુર છેલ્લા લગભગ ૪૦ દિવસથી જિલ્લા જેલની બૅરૅકમાં રહેવાને બદલે જેલની અંદર જ એક હૉસ્પિટલના વૉર્ડમાં આરામ કરી રહ્યો છે. બિહાર પોલીસે બીજી જૂને ઠાકુરની ધરપકડ કરી હતી.

મુઝફ્ફરપુરના જેલ-સુપરિન્ટેન્ડેન્ટે આ વાતનું સમર્થન કરતાં જણાવ્યું હતું કે ‘ડૉક્ટરોએ જણાવ્યા મુજબ બ્રજેશને સ્લિપ ડિસ્ક અને ડાયાબિટીઝની બિમારી છે તેમ જ તેનું બ્લડ-પ્રેશર પણ વધ-ઘટ થતું રહે છે. આથી તેને સતત નિરીક્ષણમાં રાખવાની આવશ્યકતા છે. જો બૅરૅકમાં તેને કંઈ થઈ જાય તો એની જવાબદારી કોની રહેશે? આથી જ અમે બ્રજેશને જેલની અંદર આવેલી હૉસ્પિટલના વૉર્ડ-નંબર આઠમાં રાખ્યો છે.’

Comments (1)Add Comment
...
written by custom politics essay here, August 07, 2018
thanks for this article, I read it a day earlier in another local newspaper,http://custom-essay.ws/blog/politics-essay.html the yellow pages have not yet deteriorated
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK