BJPના માથાભારે વિધાનસભ્યની આખરે CBIએ અરેસ્ટ કરી

ઉન્નાવ રેપકેસના આરોપી BJPના વિધાનસભ્ય કુલદીપ સેંગરની CBIએ ગઈ કાલે ધરપકડ કરી હતી.

kuldeep

આ પહેલાં અલાહાબાદ હાઈ કોર્ટે સરકારનો ઊધડો લીધો હતો અને CBIને કુલદીપ સેંગરની અટક નહીં પણ ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો.

રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની મશીનરી અને અધિકારીઓ સંપૂર્ણપણે સેંગરના અંકુશમાં છે એવું જણાવવા બદલ ઉત્તર પ્રદેશ સરકારને ઠપકો આપ્યો હતો. કેસમાં પૂછપરછ માટે સેંગરની અટકાયત કરવામાં આવી છે, પણ હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી એમ ઉત્તર પ્રદેશ સરકારના કૉન્સલે જણાવ્યા બાદ બેન્ચે CBIને તેની તત્કાળ અરેસ્ટ કરવાનો આદેશ આપ્યો હતો.

બેન્ચે CBIને સેંગરની તેમ જ ગુરુવારે જેમનાં નામ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટમાં નોંધવામાં આવ્યાં છે એ તમામ આરોપીઓની ઇન્ડિયન પીનલ કોડ અને પોસ્કો કાયદાની સંબંધિત કલમો હેઠળ તાત્કાલિક ધરપકડ કરવાની તેમ જ કોડ ઑફ ક્રિમિનલ પ્રોસીજરની જોગવાઈ હેઠળ નક્કી કરાયેલા સમયમાં તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.

આરોપીઓને ટેકો આપનાર બે પ્રધાનોએ રાજીનામાં આપ્યાં

કઠુઆ બળાત્કાર અને હત્યાના કેસના આરોપીઓના ટેકામાં યોજાયેલી રૅલીમાં ભાગ લેનારા BJPના બે પ્રધાનોએ ગઈ કાલે રાજ્યના પક્ષપ્રમુખને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું. પક્ષપ્રમુખે બન્ને પ્રધાનોએ રાજીનામું આપ્યાની વાતનો સ્વીકાર કરતાં જણાવ્યું હતું કે આજે જમ્મુમાં ગ્થ્ભ્ની વિધાનસભા પાર્ટીની મીટિંગ યોજાશે, જેમાં આ રાજીનામાં બાબતે વિચારણા કરવામાં આવશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK