લંડનમાં ભારતીય પરિવાર સાથે થઈ ગેરવર્તણૂંક, અપાઈ રોતા બાળકને બહાર ફેંકી દેવાની ધમકી

લંડનની એરલાઈન્સમાં ભારતીય પરિવારને થયો રંગભેદનો અનુભવ

british airlines


નવી દિલ્હી
યુરોપની એક અગ્રણી એરલાઈન્સ પર ભારતીય પરિવારને વિમાનમાંથી ઉતારી મૂકવાનો આક્ષેપ થયો છે. આરોપ મુજબ આ ભારતીય પરિવારનું ત્રણ વર્ષનું બાળક રડી રહ્યું હતું. દાવા મુજબ વિમાન ટેક ઓફ થઈ રહ્યું હતું ત્યારે જ બાળકની માતાએ તેને શાંત કરાવવાના પ્રયત્ન કર્યા પરંતુ કેબિન ક્રૂએ તેમના પર અભદ્ર ટિપ્પણી કરી અને તેમને ફ્લાઈટમાંથી ઉતારી દેવાયા. ભારતીય પરિવારે આ કિસ્સાની ફરિયાદ ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુને કરી છે.

મુસાફર એ.પી.પાઠકના કહેવા મુજબ, 'આ ઘટનાને અમે ક્યારેય નહીં ભૂલી શકીએ. અમે લંડનથી બર્લિન જવા માટે બ્રિટિશ એરવેઝમાં મુસાફરી કરી રહ્યા હતા, અમારું બાળક રોવા લાગ્યુ તો ફ્લાઈટના એક એટેન્ડન્ટ આવ્યા અને અમને ડરાવ્યા. કહ્યું કે બાળક ચૂપ નહીં થાય તો ફ્લાઈટમાંથી ઉતારી દઈશું. થોડીવાર બાદ તેમણએ સિક્યોરિટીને બોલાવી અને અમને ઉતારી દીધા'

ભારતીય પરિવારનો આરોપ છે કે બાળક રડતું હતું ત્યારે તેના માતા તેને ચૂપ કરાવવાના પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ કેબિન ક્રૂએ બાળકને વધુ ડરાવ્યું અને બાળક સતત રડતું જ રહ્યું. આ ઘટનામાં પરિવારની સાથે બાળકને મદદ કરતા અન્ય ભારતીય મુસાફરોને પણ ફ્લાઈટમાંથી ઉતારી દેવાયા. ભારતીયો સાથે આ કથિત રંગભેદ અને અપમાજનક ઘટના બ્રિટિશ એરવેઝની લંડન-બર્લિન ફ્લાઈટ (બીએ 8495)માં થઈ. આ ઘટના 23 જુલાઈની છે. આ ઘટનાનો ભોગ બનનાર 1984ની બેચના ભારતીય એન્જિનિયરિંગ સર્વિસના અધિકારી હાલ રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયમાં કામ કરી રહ્યા છે..

પરિવારે આ ઘટનાની ફરિયાદ ઉડ્ડયનમ પ્રધાન સુરેશ પ્રભુને કરી છે. આ ઘટના પર બ્રિટિશ એરવેઝના પ્રવક્તાનું કહેવું છે કે.'અમે આવી ઘટનાઓને ગંભીરતાથી લઈ રહ્યા છીએ. કોઈ પણ વ્યક્તિ સાથે આવું વર્તન ચલાવી ન શકાય. અમે અમારા ગ્રાહક સાથે સંપર્કમાં છીએ અને આ ઘટનાની તપાસ શરૂ કરી દેવાઈ છે.'

પત્રમાં અધિકારીએ લખ્યુ છે કે ક્રૂ મેમ્બરે મારા પુત્રને બારીમાંથી ફેંકી દેવાની ધમકી આપી. જે બાદ એ જ ક્રૂ મેમ્બરે અમારા રંગને લઈને પણ અત્યંત ખરાબ શબ્દ અને અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો. અમારી પાછળ બેઠેલા ભારતીય પરિવારે પણ બાળકને ચૂપ કરાવવાની કોશિશ કરી તો તેમને પણ અમારી સાથે ફ્લાઈટમાંથી ઉતારી દેવાયા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK