ફાઇનૅન્સ મિનિસ્ટર જેટલીને મળવા જતા લોકોએ પ્લાસ્ટિકની બ્લુ થેલીથી શૂઝને કવર કરવાં પડશે

મિનિસ્ટ્રીનો ચાર્જ તેમણે ફરી સંભાળ્યો, સીમિત વિઝિટર્સ જ તેમને મળી શકશે

arun

કેન્દ્રના પ્રધાન અરુણ જેટલીએ લગભગ ૧૦૦ દિવસ પછી ફરી કામકાજની જવાબદારીઓમાં જોડાઈને નાણાં અને કૉર્પોરેટ અફોર્સ મંત્રાલયનો અખત્યાર સંભાળ્યો હતો. ૬૫ વર્ષના અરુણ જેટલી કિડની-ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરાવ્યા પછી ગઈ કાલે સવારે ૧૧ વાગ્યે સફેદ રંગની તાતા સફારી કારમાં પર્સનલ સ્ટાફ સાથે દિલ્હીના નૉર્થ બ્લૉકસ્થિત પહેલા માળની ઑફિસમાં પહોંચ્યા હતા. વડા પ્રધાનની સલાહ પ્રમાણે રાષ્ટ્રપતિએ નાણાવિભાગ અને કૉર્પોરેટ અફોર્સ વિભાગની જવાબદારીઓ અરુણ જેટલીને સોંપવાની સૂચના ગઈ કાલે સવારે આપ્યા પછી જેટલી તેમની ઑફિસમાં પહોંચ્યા હતા.

જેટલીના કિડની-ટ્રાન્સપ્લાન્ટ પછીના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમની ઑફિસને રિનોવેટ અને સૅનિટાઇઝ કરવામાં આવી છે. કેટલાક અધિકારીઓએ કરેલા સ્વાગતના પ્રતિસાદરૂપે તેમણે નમસ્કાર કર્યા હતા અને તેમની રાહ જોતા લોકોનું હાથ વડે અભિવાદન કર્યું હતું. સર્જરી બાદ રિકવરી બાબતે ડૉક્ટરોએ છૂટ આપ્યા પછી અરુણ જેટલીએ કામ શરૂ કર્યું હતું.

અરુણ જેટલીએ નાણાસચિવ હસમુખ અઢિયા તથા સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસ (CBDT) અને સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટૅક્સિસ ઍન્ડ કસ્ટમ્સ (CBIC)ના ચૅરપર્સન્સ સહિત નાણાવિભાગ અને કૉર્પોરેટ અફોર્સ વિભાગના મહત્વના અધિકારીઓ સાથે બેઠક યોજીને ચર્ચા કરી હતી.

ડૉક્ટરોએ જેટલીને ઇન્ફેક્શન્સથી બચવા માટે લોકોના સંપર્ક અને સાર્વજનિક કાર્યક્રમોમાં હાજરી મર્યાદિત રાખવાની સૂચના આપી છે. ડૉક્ટરોએ મુલાકાતીઓની સંખ્યા મર્યાદિત રાખવા અને મુલાકાતીઓનાં બૂટ, સૅન્ડલ કે ચંપલ હૉસ્પિટલોમાં વપરાતી બ્લુ કલરની પ્લાસ્ટિકની બૅગ્સ વડે ઢાંકી રાખવાની સલાહ આપી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK