ઈદની નમાજ બાદ કાશ્મીરમાં હિંસા

બે પોલીસ-જવાનની હત્યા, BJPના કિડનૅપ્ડ વર્કરની પણ લાશ મળી

kashmir

ગઈ કાલે બકરી ઈદને દિવસે કાશ્મીરમાં ભાગલાવાદીઓએ આતંક મચાવ્યો હતો. શ્રીનગર અને અનંતનાગમાં રસ્તા પર પથ્થરમારો થયો હતો અને સાથે પાકિસ્તાન અને ISના ઝંડા ફરકાવવામાં આવ્યા હતા. કુલગામમાં ભાગલાવાદીઓએ ઈદની નમાજ બાદ ઘરે જઈ રહેલા એક પોલીસની તેના ઘર પાસે જ ગોળી મારીને હત્યા કરી હતી. આ પહેલાં પુલવામામાં BJPના કાર્યકર્તાની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

ઈદના તહેવાર પર શ્રીનગર, કુલગામ અને અનંતનાગ સહિત ખીણપ્રદેશના અનેક વિસ્તારોમાં ભાગલાવાદીઓએ આર્મીનાં વાહનોને નિશાન બનાવી પથ્થરમારો કર્યો હતો. આ દરમ્યાન પાકિસ્તાન અને ISના ઝંડાઓ લહેરાવતાં ‘પાક ઝિંદાબાદ’ના નારા પણ લગાવ્યા હતા. તેમના પર કાબૂ મેળવવા આર્મીએ ટિયરગૅસનો ઉપયોગ કરવો પડ્યો હતો.

પુલવામાથી અપહરણ કરવામાં આવેલા BJPના કાર્યકર્તા શબીર અહમદ ભટનો મૃતદેહ ગઈ કાલે સવારે કુપવાડાના ખેતરમાંથી મળી આવ્યો હતો. તેમના શરીર પર ગોળીઓનાં નિશાન હતાં.

ભાગલાવાદીઓ દ્વારા CRPFના જવાનો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. હાસનપોરામાં CRPFની એક બટૅલ્યન પર બાઇક પર સવાર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેના જવાબમાં કૅમ્પના ગેટ પર હાજર જવાનોએ ગોળીબાર કર્યો હતો. જોકે આતંકવાદીઓ ભાગવામાં સફળ રહ્યા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK