ક્રિમિનલ સંસદસભ્યો અને વિધાનસભ્યોમાં ઉત્તર પ્રદેશ મોખરે

એ પછી ક્રમ આવે છે તામિલનાડુ, બિહાર અને પશ્ચિમ બંગાળનો

મદહીૂ

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી એક ઍફિડેવિટમાં જણાવ્યું છે કે દેશભરમાં ૧૭૬૫ સંસદસભ્યો અને વિધાનસભ્યો પર લગભગ ૩૦૪૫ ગુનાહિત કેસ પેન્ડિંગ છે. આમાં સંસદસભ્યો અને વિધાનસભ્યો વિરુદ્ધ સૌથી વધુ કેસ ઉત્તર પ્રદેશમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાર બાદના ક્રમે તામિલનાડુ, બિહાર અને પિમ બંગાળ આવે છે. ઉત્તર પ્રદેશમાં ૨૪૮ સંસદસભ્યો અને વિધાનસભ્યો વિરુદ્ધ; જ્યારે તામિલનાડુમાં ૧૭૮, બિહારમાં ૧૪૪ અને પિમ બંગાળમાં ૧૩૯ સંસદસભ્યો અને વિધાનસભ્યો વિરુદ્ધ ક્રિમિનલ કેસ ચાલી રહ્યા છે. આંધ્ર પ્રદેશ, કેરળ અને તેલંગણમાં ૧૦૦ કરતાં વધુ સંસદસભ્યો અને વિધાનસભ્યો વિરુદ્ધ વિવિધ ગુનાહિત કેસની તપાસ ચાલી રહી છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા માગવામાં આવેલા આંકડાઓના જવાબમાં ઍફિડેવિટ રજૂ કરતાં કેન્દ્ર સરકારે ખુલાસો કર્યો હતો કે ૨૦૧૪થી ૨૦૧૭ દરમ્યાન લગભગ ૧૭૬૫ વિધાનસભ્યો અને સંસદસભ્યો વિરુદ્ધ કેસ ચલાવવામાં આવ્યા હતા.

ઍફિડેવિટમાં જણાવ્યા મુજબ ૧૭૬૫ સંસદસભ્યો અને વિધાનસભ્યો વિરુદ્ધ ગુનાહિત કેસ થયા છે. સુપ્રીમ કોર્ટે ૨૦૧૪માં એક આદેશ દ્વારા આ કેસનો નિકાલ એક વર્ષમાં કરવા જણાવ્યું હતું. જોકે આંકડા પર નજર કરીએ તો કોર્ટના આદેશનું પાલન કરવામાં આવ્યું નથી. છેલ્લાં ત્રણ વર્ષમાં કુલ ૭૭૧ કેસનો નિકાલ આવ્યો છે. બાકીના ૩૦૪૫ કેસ હજી પેન્ડિંગ છે.

ઉત્તર પ્રદેશમાં ૫૩૯ કેસ, કેરળમાં ૩૭૩ કેસ અને તામિલનાડુ, બિહાર અને પિમ બંગાળમાં લગભગ ૩૦૦૦ કેસ પેન્ડિંગ છે. ગયા વર્ષે જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળની બેન્ચના આદેશનું પાલન કરતાં કાયદા મંત્રાલયે આ કેસ અદાલતને સોંપ્યા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK