કાશ્મીરમાં વધુ એક કૅમ્પ પર થયો અટૅક, એક જવાન શહીદ

છાવણીના પહેરેદારની સતર્કતાને લીધે મોટી દુર્ઘટના ટળી

ૂાીીદી

ગઈ કાલે વહેલી સવારે શ્રીનગરમાં ટેરરિસ્ટોએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના કૅમ્પ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં બન્ને પક્ષ વચ્ચે થયેલા સામસામા ગોળીબારમાં એક જવાન શહીદ થયો હતો. હુમલો નિષ્ફળ જતાં આતંકવાદીઓ નગરમાં એક અવાવરું ઘરમાં છુપાઈ ગયા હતા.

અટૅકમાં CRPFની ૪૯ બટૅલ્યનનો જવાન ગોળીબારમાં ઈજા પામતાં પછીથી મૃત્યુ પામ્યો હતો. જવાનો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર ચાલી રહ્યો હતો ત્યાર સલામતી-દળો અને પથ્થરબાજો વચ્ચે પણ અથડામણ થઈ હતી.

CRPFનો આ કૅમ્પ શ્રી મહારાજા હરિ સિંહ હૉસ્પિટલની નજીકમાં આવેલો છે. આ હૉસ્પિટલમાંથી ૬ ફેબ્રુઆરીએ આતંકવાદીઓ લશ્કર-એ-તય્યબાના આતંકવાદી નાવીદ જટ્ટ ઉર્ફે‍ અબુ હંઝાલાને પોલીસ-કસ્ટડીમાંથી ભગાડીને લઈ ગયા હતા. કૅમ્પના પહરેદારે સવારે સાડાચાર વાગ્યાની આસપાસ બૅકપૅક અને હથિયારો ધરાવતી બે શંકાસ્પદ વ્યક્તિઓને જોતાં તેમને પડકારીને ગોળીબાર કર્યો હતો. એને પગલે આતંકવાદીઓ ત્યાંથી પલાયન થઈને રહેણાક વિસ્તારમાં આવેલા એક ખાલી ઘરમાં છુપાઈ ગયા હતા. જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના સુંજવાન વિસ્તારમાં આવેલા લશ્કરી કૅમ્પ પર હુમલો કરી છ જવાનોને મારી નાખ્યા એના બે દિવસ બાદ આ ઘટના થઈ હતી.

સુંજવાનમાં સર્ચ-ઑપરેશન હજી ચાલુ

લશ્કરે ગઈ કાલે જણાવ્યું હતું કે જૈશ-એ મોહમ્મદના આતંકવાદીઓ દ્વારા સુંજવાન કૅમ્પ પર કરવામાં આવેલા હુમલા બાદ સર્ચ-ઑપરેશન હજી ચાલુ છે. આ હુમલામાં એક વ્યક્તિ મૃત્યુ પામવા ઉપરાંત પાંચ સૈનિકો શહીદ થયા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy