પત્નીની ટ્રાન્સફર માટે સુષમા સ્વરાજને ટ્વિટર પર વિનંતી કરનારને પડ્યો ઠપકો

વિદેશપ્રધાન સુષમા સ્વરાજ ટ્વિટર દ્વારા વધુમાં વધુ લોકોને મદદ કરવાનો પ્રયાસ કરે છે. કદાચ આ જ કારણસર ઘણી વાર તેમના મંત્રાલય સિવાયની અન્ય ફરિયાદો પણ તેમની પાસે આવે છે.

sushma

મોટા ભાગે તેઓ આવી ફરિયાદોને હળવી રીતે લઈને ટાળી દે છે. જોકે પુણેમાં નોકરી કરતા એક જણને સુષમા સ્વરાજને ફરિયાદ કરવાનું ભારે પડ્યું હતું. આ માણસ રેલવેમાં કામ કરતી પોતાની પત્નીની ટ્રાન્સફર ઇચ્છતો હતો. જોકે ટ્રાન્સફર તો ન થઈ, પરંતુ તેને સુષમાની વઢ પડી હતી.

પુણેમાં IT કંપનીમાં કામ કરતા સ્મિત રાજની પત્ની રેલવેમાં કામ કરે છે અને હાલમાં તે ઝાંસીમાં ફરજ બજાવી રહી છે. પોતાની પત્નીની ટ્રાન્સફર માટે રાજ ઘણા અખતરા કરી ચૂક્યો છે. છેલ્લે રાજે સુષમા સ્વરાજને રવિવારે ટ્વીટ કર્યું હતું. એમાં સ્મિતે લખ્યું હતું કે ‘શું તમે અમારો વનવાસ પૂરો કરવામાં મદદ કરશો? મારી પત્ની ઝાંસીમાં રેલવે-કર્મચારી છે અને હું અહીં પુણેમાં કામ કરું છું. અમે લગભગ એક વર્ષથી એકબીજાથી દૂર રહીએ છીએ.’

સ્મિતને આ ટ્વીટ વિશે કોઈ સકારાત્મક જવાબની અપેક્ષા હતી, પરંતુ સુષમા સ્વરાજે જે જવાબ આપ્યો એનાથી તેના હોશ ઊડી ગયા હતા. તેમણે જવાબમાં ટ્વીટ કર્યું હતું કે જો તમે અથવા તમારી પત્ની વિદેશ-મંત્રાલયમાં કામ કરતાં હોત તો આ રીતે ટ્વિટર પર ટ્રાન્સફરની અરજી આપવા માટે તમને સસ્પેન્ડ કરી દેત.

એટલું જ નહીં, સુષમા સ્વરાજે આ ટ્વીટ રેલવેપ્રધાન સુરેશ પ્રભુને ફૉર્વર્ડ કર્યું હતું. સુરેશ પ્રભુએ ટ્વીટના જવાબમાં લખ્યું હતું કે ‘સુષમાજી, આ બાબત મારી જાણકારીમાં લાવવા માટે ધન્યવાદ. ટ્રાન્સફરનું કામ મેં મારા મંત્રાલયમાં રેલવે-બોર્ડને સોંપ્યું છે.

રેલવે-બોર્ડના ચૅરમૅનને મેં આ બાબતે નિયમ મુજબ પગલાં લેવા કહ્યું છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy