સુપ્રીમ કોર્ટના જજોમાં અભૂતપૂર્વ ફાટફૂટ

ચાર સિનિયર ન્યાયમૂર્તિઓએ ચીફ જસ્ટિસ સામે બળવાનું રણશિંગું ફૂંક્યું : આજે કદાચ સમાધાન થઈ શકે છે

મદહીૂ

સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સર્વોપરી અદાલતમાં બંડ પોકારાયો હોવાની પ્રથમ ઘટના : કેસોની ફાળવણી નિયમ અનુસાર કરવામાં ન આવતી હોવાનો આક્ષેપ, ચીફ જસ્ટિસ પોતાની માનીતી બેન્ચોને પ્રેફરન્સ આપે છે

સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ જજો દેશના ઇતિહાસમાં પહેલી વાર મીડિયા સામે આવ્યા અને કહ્યું કે સુપ્રીમ કોર્ટનો વહીવટ વ્યવસ્થિત નથી ચાલી રહ્યો અને જો સંસ્થાને ઠીક કરવામાં નહીં આવે તો લોકશાહી ખતમ થઈ જશે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા પછીના સૌથી વરિષ્ઠ જજ જે. ચેલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ ચંદન લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફ આજે એકસાથે નવી દિલ્હીમાં મીડિયા સામે આવ્યા અને કહ્યું કે ‘અમે મીડિયાનો આભાર માનવા માગીએ છીએ. કોઈ પણ દેશના કાનૂનના ઇતિહાસમાં આ સૌથી મોટો દિવસ છે અને આ સૌથી અભૂતપૂર્વ ઘટના છે, કેમ કે અમે બ્રીફિંગ કરવા મજબૂર છીએ. આ પત્રકાર-પરિષદ અમે એટલા માટે બોલાવી છે કે કોઈ અમને એમ ન કહે કે તમે આત્મા વેચી દીધો છે.’

જસ્ટિસ જે. ચેલમેશ્વરે કહ્યું કે ‘સુપ્રીમ કોર્ટમાં ઘણું બધું એવું થયું છે જે ન થવું જોઈએ. અમને લાગ્યું કે અમારી સંસ્થાની દેશ પ્રત્યે જવાબદારી છે. અમે ચીફ જસ્ટિસને સુધારાત્મક પગલાં લેવા મનાવવાની કોશિશ કરી અને તેમને પત્ર પણ લખ્યો, પરંતુ અમારો પ્રયાસ નિષ્ફળ રહ્યો.’

જસ્ટિસ જે. ચેલમેશ્વરે દાવો કર્યો છે કે જો સંસ્થાને નહીં બચાવાય તો દેશમાંથી લોકશાહી ખતમ થઈ જશે.

સુપ્રીમ કોર્ટના અન્ય જજોએ પણ કહ્યું કે ‘ચીફ જસ્ટિસને સુધારાત્મક પગલાં લેવા મનાવવાની અનેક કોશિશ કરવામાં આવી હતી, પરંતુ બદનસીબે અમારા પ્રયત્નો નિષ્ફળ રહ્યા. સુપ્રીમ કોર્ટમાં વહીવટ યોગ્ય રીતે નથી ચાલતો.’

સુપ્રીમ કોર્ટના જજ દ્વારા ચીફ જસ્ટિસ દીપક મિશ્રાને લખવામાં આવેલી ચિઠ્ઠીના મુખ્ય અંશ

મહત્વપૂર્ણ કેસમાં સામૂહિક રીતે નિર્ણય લેવાની પરંપરા ચીફ જસ્ટિસ નથી પાળી રહ્યા.

સુપ્રીમ કોર્ટની અખંડિતતાને પ્રભાવિત કરનારા કેસ ચીફ જસ્ટિસ કોઈ પણ યોગ્ય કારણ વિના તેમની પસંદગીની બેન્ચને સોંપે છે.

સુપ્રીમ કોર્ટની છબિ આનાથી ખરડાઈ છે.

અમે વધારે કેસો ગણાવી નથી રહ્યા.

સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ઉત્તરાખંડના ચીફ જસ્ટિસ કે. એમ. જોસેફ અને સુપ્રીમ કોર્ટની વરિષ્ઠ જજ ઇન્દુ મલ્હોત્રાને સુપ્રીમ કોર્ટમાં જજ નિયુક્ત કરવા માટે ભલામણ કરી છે.

જસ્ટિસ કે. એમ. જોસેફે જ હાઈ કોર્ટમાં રહીને પણ ઉત્તરાખંડમાં હરીશ રાવતની સરકાર હટાવીને રાષ્ટ્રપતિશાસન લગાવવાના ફેંસલાને રદ કર્યો હતો, જ્યારે ઇન્દુ મલ્હોત્રા સુપ્રીમ કોર્ટમાં સીધાં જજ બનનારાં પ્રથમ મહિલા જજ છે. સુપ્રીમ કોર્ટમાં હાલમાં જસ્ટિસ ભાનુમતી પછી બીજાં મહિલા જજ બનશે.

સુપ્રીમ કોર્ટમાં જજનાં ૩૧ પદો છે જેમાંથી હાલમાં ૨૫ જજ છે, મતલબ કે ૬ જજનાં પદ ખાલી છે.

judges

લેટરમાં શું લખ્યું છે...

સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ વાર સુપ્રીમ કોર્ટના ચાર જજોએ ગઈ કાલે મીડિયા સામે સુપ્રીમ કોર્ટના ચીફ જજ દીપક મિશ્રાની વહીવટી કાર્યશૈલી પર પ્રશ્ન ઉઠાવ્યા છે. પત્રકાર-પરિષદ બાદ ચારેય જજોએ એક ચિઠ્ઠી રજૂ કરી છે જેમાં ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે. જજોના મતાનુસાર આ ચિઠ્ઠી તેમણે ચીફ જસ્ટિસને લખી હતી. ૭ પાનાંની આ ચિઠ્ઠીમાં જજોએ કેટલાક કેસની સોંપણી (અસાઇનમેન્ટ) સંબંધે નારાજગી દર્શાïïવી છે. તેમણે આરોપ મૂક્યો છે કે ચીફ જસ્ટિસ દ્વારા કેટલાક કેસ પસંદગીની બેન્ચો અને જજોને સોંપવામાં આવે છે.

ચારેય જજે લખેલા સંયુક્ત પત્રમાં ઉઠાવેલા મુદ્દા

અદાલત દ્વારા આપવામાં આવેલા કેટલાક ચુકાદાથી ન્યાયપાલિકાની સંપૂર્ણ વ્યવસ્થા ખૂબ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. આ ઉપરાંત ન્યાયાલયોની સ્વતંત્રતા પર અને દેશના મુખ્ય ન્યાયાધીશની ઑફિસનાં કામકાજ પર પણ અસર પડી છે.

સ્થાપના વખતે જ કલકત્તા, બૉમ્બે અને મદ્રાસ હાઈ કોર્ટમાં વહીવટના નિયમો અને પરંપરા નક્કી કરવામાં આવ્યાં હતાં. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી આ કોર્ટના કામકાજ પર વિપરીત અસર પડી છે. જ્યારે હકીકત એ છે કે સુપ્રીમ કોર્ટની સ્થાપના આ હાઈ કોર્ટની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ બાદ થઈ છે.

એવા અનેક કેસ છેï જેનું દેશ માટે ઘણું મહત્વ છે, પરંતુ ચીફ જસ્ટિસે આ કેસ પર તાર્કિક આધાર લઈને ધ્યાન આપવાને બદલે એને તેમની પસંદગીની બેન્ચોને સોંપી દીધા. આવું કોઈ પણ સંજોગોમાં અટકવું જોઈએ.

ન્યાયાલયની પ્રતિષ્ઠા ખંડિત ન થાય એ માટે આ કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પણ આ કેસને કારણે ન્યાયતંત્રની છબિ પહેલેથી જ ખરડાઈ છે.

આ ચારેય બળવાખોર જજ છે કોણ?


જસ્ટિસ ચેલમેશ્વર

૧૯૫૩ની ૨૩ જૂને આંધ્ર પ્રદેશમાં જન્મેલા જસ્ટિસ ચેલમેશ્વર ૧૯૯૭માં આંધþ પ્રદેશ હાઈ કોેર્ટના જજ બન્યા હતા. તેમને ૨૦૦૭માં ગુવાહાટી હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ ૨૦૧૦માં તેઓ કેરળ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ બન્યા અને ૨૦૧૧ની ૨૦ ઑક્ટોબરે તેમને સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા હતા.

જસ્ટિસ રંજન ગોગોઈ


૧૯૫૪ની ૧૮ નવેમ્બરે જન્મેલા જસ્ટિસ ગોગોઈએ મોટા ભાગની પ્રૅક્ટિસ ગુવાહાટી હાઈ કોર્ટમાં કરી છે. મે-૨૦૦૧માં તેમને ગુવાહાટી હાઈ કોર્ટમાં કાયમી જજ નિયુક્ત કરવામાં આવ્યા. ત્યાર બાદ જસ્ટિસ ગોગોઈની ટ્રાન્સફર ૨૦૧૦માં પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટમાં કરવામાં આવી. ૨૦૧૨ની ૨૩ એપ્રિલે જસ્ટિસ ગોગોઈને સુપ્રીમ કોર્ટના જજ નિયુક્ત કરવામાં આવ્યા.

જસ્ટિસ મદન ભીમરાવ લોકુર

૧૯૭૪માં દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાંથી ઇતિહાસમાં ગ્રૅજ્યુએટ થયેલા જસ્ટિસ મદન ભીમરાવ લોકુર ગુવાહાટી અને આંધþ પ્રદેશમાં હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે. તેમને ૨૦૧૨ની ૪ જૂને સુપ્રીમ કોર્ટના જજ નિયુક્ત કરવામાં આવ્યા હતા.

જસ્ટિસ કુરિયન જોસેફ


૧૯૫૩ની ૩૦ નવેમ્બરે જન્મેલા જસ્ટિસ કુરિયન જોસેફ બે વખત કેરળ હાઈ કોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે. તેમને ૨૦૧૩માં હિમાચલ પ્રદેશ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા હતા. ૨૦૧૩ની ૮ માર્ચે‍ તે સુપ્રીમ કોર્ટના જજ બન્યા. જસ્ટિસ જોસેફ કુરિયન ૨૦૧૮ની ૩૦ નવેમ્બરે નિવૃત્ત થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK