અયોધ્યાકેસની સુનાવણી હવે આઠમી ફેબ્રુઆરીએ

૨૦૧૯ની લોકસભાની ચૂંટણી બાદ કેસ હાથમાં લેવાની વિનંતી સુપ્રીમ કોર્ટે રિજેક્ટ કરી

babri masjid


રામજન્મભૂમિ-બાબરી મસ્જિદના ટાઇટલ ડિસ્પ્યુટ બાબતે ૨૦૧૦ના અલાહાબાદ હાઈ કોર્ટના ચુકાદા સામે કરવામાં આવેલી અપીલ્સની સુનાવણી આવતા વર્ષે ૮ ફેબ્રુઆરીએ હાથ ધરવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે લીધો છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે અપીલ્સના રેકૉર્ડ પરના વકીલો સાથે બેસીને સંબંધિત તમામ આવશ્યક દસ્તાવેજોના અનુવાદો કરાવીને એમાં વિગતો ભરીને નંબરિંગની કાર્યવાહી સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રી સમક્ષ પૂર્ણ કરવાની સૂચના આપી હતી. એ કાર્યવાહીમાં કોઈ સમસ્યા નડે તો રજિસ્ટ્રીને કન્સલ્ટ કરવાનો અનુરોધ પણ બેન્ચના ન્યાયમૂર્તિઓએ કર્યો હતો. 

 આ કેસના એક પક્ષ તરફથી ઉપસ્થિત થયેલા ઍડ્વોકેટ કપિલ સિબલે અને સુન્ની વક્ફ બોર્ડે લોકસભાની આગામી ચૂંટણી પૂરી થયા બાદ ૨૦૧૯ના જુલાઈમાં અપીલ્સની સુનાવણી રાખવાના અનુરોધની બેન્ચે ગંભીર નોંધ લીધી હતી. એ કેસના ચુકાદા માટે હાલમાં વાતાવરણ અનુકૂળ ન હોવાનું જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે કપિલ સિબલની રજૂઆતને ફગાવી દીધી હતી.

ઍડિશનલ સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર તરફથી દલીલો અને રજૂઆતો પૂર્ણ ન થઈ હોવાના દાવાને નકારતાં જણાવ્યું હતું કે તમામ આવશ્યકતા પૂરી થઈ છે અને કેસ સુનાવણી માટે અનુકૂળ સ્થિતિમાં પહોંચ્યા છે.

અગાઉ અલાહાબાદ હાઈ કોર્ટની ત્રણ જજિઝની બેન્ચે બે વિરુદ્ધ એકની બહુમતીએ આપેલા ચુકાદામાં રામજન્મભૂમિ મંદિર સંબંધી જમીનને સુન્ની વક્ફ બોર્ડે, નિર્મોહી અખાડા અને ભગવાન રામલલા એમ ત્રણ પક્ષમાં વહેંચવાનો આદેશ આપ્યો હતો.

આજે બાબરી મસ્જિદના ડિમોલિશનની પચીસમી વરસી

આજે બાબરી મસ્જિદના ડિમોલિશનની પચીસમી વરસીએ દેશમાં કોઈ પણ ઠેકાણે કોમવાદી તંગદિલી ન ફેલાય, જનતામાં શાંતિ જળવાઈ રહે એની તકેદારી રાખવાની સૂચના ગઈ કાલે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને આપી હતી.

કેન્દ્રના ગૃહમંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલેલા પત્રોમાં સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ સલામતી દળો ગોઠવવા અને જાહેર શાંતિનો ભંગ કરવાના કોઈ પણ પ્રયાસોને નિષ્ફળ બનાવવાની તકેદારી રાખવાની સૂચના આપી છે. ગૃહમંત્રાલયે બાબરી મસ્જિદ ડિમોલિશનની પચીસમી વરસીએ દેખાવો, ધરણાં અને વિરોધ-પ્રદર્શનોનાં આયોજનોની શક્યતા દર્શાવતાં ચેતવણીરૂપે રાજ્યોને સંદેશા મોકલ્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy