આખા દેશમાં જ્યાં જુઓ ત્યાં રેપ, આ શું માડ્યું છે? : સુપ્રીમ કોર્ટ

મુઝફ્ફરપુર અને દેવરિયાનાં કન્યાશ્રમ ગૃહોમાં બળાત્કારોની ઘટના પછી ઉચ્ચ અદાતલે બિહાર સરકાર પર આમ કહીને ઠાલવ્યો આક્રોશ 

court

બિહારના મુઝફ્ફરપુર પછી ઉત્તર પ્રદેશના દેવરિયાના મહિલા આશ્રયગૃહમાં બળાત્કારની ઘટનાઓ બાબતે રોષ વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે ગઈ કાલે આકરી ટિપ્પણી કરી હતી. ગઈ કાલે મુઝફ્ફરપુરના આશ્રયગૃહમાં બળાત્કારની ઘટનાની નોંધ લેતાં સુપ્રીમ કોર્ટે બિહારની રાજ્ય સરકારને ઠપકો આપ્યો હતો. એ વખતે ઉત્તર પ્રદેશના દેવરિયાના આશ્રયગૃહમાં રહેતી કન્યાઓ પર બળાત્કારનો ઉલ્લેખ કરવામાં આવતાં ન્યાયમૂર્તિઓ રોષે ભરાયા હતા

ન્યાયમૂર્તિઓએ આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે ‘દેશભરમાં આ બધું શું ચાલી રહ્યું છે? લેફ્ટ, રાઇટ ઍન્ડ સેન્ટર એમ દરેક જગ્યાએ બળાત્કારની ઘટનાઓ બની રહી છે. નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરો (NCRB)ના આંકડા પ્રમાણે ભારતમાં દર છ કલાકે બળાત્કારની એક ઘટના નોંધાય છે. દેશમાં આખા વર્ષમાં બળાત્કારના સરેરાશ ૩૮,૦૦૦ કેસ નોંધાય છે. NCRBના આંકડા પ્રમાણે બળાત્કારના કેસોમાં મધ્ય પ્રદેશ પહેલા નંબરે અને ઉત્તર પ્રદેશ બીજા નંબરે છે.’

સુપ્રીમ કોર્ટે બિહારની રાજ્ય સરકારને ઠપકો આપતાં જણાવ્યું હતું કે ‘બિહારની રાજ્ય સરકાર ૨૦૦૪થી તમામ આશ્રયગૃહોને ભંડોળ ફાળવે છે, પરંતુ ત્યાં શું ચાલે છે એનો ખ્યાલ રાખતી નથી. રાજ્ય સરકારોએ ત્યાંનું નિરીક્ષણ કરવાની જરૂર સમજી નથી. એ બધી ગતિવિધિઓ રાજ્ય દ્વારા પ્રાયોજિત હોય એવું જણાય છે. આ વિચાર કરવાલાયક વિષય છે. આ પ્રકારના આરોપો મુકાયા હોય એવું માત્ર મુઝફ્ફરપુરનું આશ્રયગૃહ ચલાવતી નથી. જેની સામે તપાસ ચાલતી હોય એવી સરકારી ભંડોળથી એવી ૧૫ સંસ્થાઓનો ઉલ્લેખ NGOના અહેવાલમાં કરવામાં આવ્યો છે. બિહારના આશ્રયગૃહમાં આટલી મોટી ઘટના પ્રકાશમાં આવ્યા પછી ઘણે મોડેથી અધિકારીઓએ તપાસ શરૂ કરી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK