ધ્વજવંદનના કાર્યક્રમમાં ઠેર-ઠેર આત્મહત્યાના પ્રયાસ

સોલાપુર, ઔરંગાબાદ અને ઉસ્માનાબાદમાં પાંચ વ્યક્તિઓને જોકે પોલીસે સમયસર બચાવી લીધી

suicide

રાજ્યના ઔરંગાબાદ, સોલાપુર અને ઉસ્માનાબાદ વિસ્તારમાં ગઈ કાલે ૧૫ ઑગસ્ટ નિમિત્તે સરકારી સ્થળોએ ધ્વજવંદન કાર્યક્રમ વખતે જ આત્મહત્યા કરવાના પ્રયાસ થયા હોવાથી સ્વતંત્રતાદિવસની ઉજવણી પર કલંક લાગવાની શક્યતા હતી, પરંતુ આ બનાવોમાં પોલીસે સમયસર પાંચ વ્યક્તિને તાબામાં લઈને સારવાર આપતાં બધાના જીવ બચાવી શકાયા હતા અને અનર્થ ટળ્યો હતો.

છેલ્લાં ૧૪ વર્ષથી પોલીસફોર્સમાં સર્વિસ કર્યા બાદ પણ મહિલા-કૉન્સ્ટેબલને એક કેસમાં બરતરફ કરવાની કાર્યવાહી થઈ હતી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પાસે વિનંતી કરવા છતાં રાહત ન મળતાં ઉસ્માનાબાદ જિલ્લાના ઢોકીમાં તે મહિલા-કૉન્સ્ટેબલે ગઈ કાલે ધ્વજવંદનના કાર્યક્રમમાં કલેક્ટરની ઑફિસના ગેટ સામે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. ૧૦ દિવસ પહેલાં તેણે મુખ્ય પ્રધાનને એક નિવેદન આપીને પોતાનાં બે બાળકો સહિત આત્મદહન કરવાની ચેતવણી પણ આપી હતી. શરીર પર કેરોસીન રેડીને બરતરફ મહિલા-કૉન્સ્ટેબલ કલ્પના દળવીએ પોતાને સળગાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે ગેટ પર હાજર પોલીસોએ હસ્તક્ષેપ કરીને તેને આત્મદહન કરતાં રોકી હતી.

સોલાપુરમાં પોલીસ-સુપરિન્ટેન્ડેન્ટની ઑફિસમાં ધ્વજવંદન સમયે સંતોષ ખડતરે નામના યુવકે ગેટની બહારના વિસ્તારમાં પોતાના પર કેરોસીન છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં હાજર પોલીસે તેને સમયસર તાબામાં લીધો હતો. એ સમયે તેના હાથમાં માચીસ હતું. ઘટના બાદ પોલીસે યુવકની તપાસ કરી હતી. સંતોષ સોલાપુરના કરમાળા તાલુકાના સાતોલીનો છે. પોલીસે ખોટો ગુનો નોંધીને તેની મારપીટ કરી હોવાના વિરોધમાં તેણે આ કૃત્ય કર્યું હતું.

ઔરંગાબાદમાં બે સ્થળે બે જણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઝોનલ કમિશનરની ઑફિસમાં પાલક પ્રધાનની હાજરીમાં અને કલેક્ટરની ઑફિસમાં બે જણે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. બન્ને સ્થળે પોલીસે સમય પર હસ્તક્ષેપ કરીને આત્મહત્યા કરનારાઓને તાબામાં લીધા હતા. ધ્વજવંદન સમયે સિક્યૉરિટીની વિશેષ કાળજી લેવામાં આવી હતી. પાલક પ્રધાનના ધ્વજવંદનના કાર્યક્રમ માટે આગમન થયા બાદ બદનાપુર તાલુકાના કંડારીમાં સરપંચ સુરેખા દાભાડે અને તેના પતિ મુકુંદ દાભાડેએ કાર્યક્રમના સ્થળે જવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે પોલીસે તેમને રોક્યાં હતાં. એ પછી બન્નેને શરીર પર કેરોસીન

નાખીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઔરંગાબાદમાં બીજા બનાવમાં કલેક્ટરની ઑફિસની સામે કન્નડ તાલુકાના ભગવાન વારે નામના એક ખેડૂતે ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK