CBIએ કરી મિશેલની કડક પૂછપરછ, માત્ર 2 કલાક સૂવા દીધો, આવ્યો પેનિક એટેક

અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલીકૉપ્ટર સોદામાં વચેટિયા ક્રિશ્ચન મિશેલ (57)ના દિલ્હી પહોંચ્યા પછી CBIએ તેને સઘન પૂછપરછ કરી.


christian michelle

મિશેલને રાત્રે માત્ર બે કલાક સૂવા દેવાયું. CBI હેડ ક્વાટર પહોંચતાં, આવ્યો પેનિક અટેક, તેથી ત્યાં ડૉક્ટર બોલાવવાની જરૂર પડી


અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલીકૉપ્ટર સોદામાં વચેટિયા ક્રિશ્ચન મિશેલ (57)ના દિલ્હી પહોંચ્યા પછી CBIએ તેને સઘન પૂછપરછ કરી. તે રાત્રે તેને માત્ર બે કલાક જ સૂવા દેવામાં આવ્યો. બ્રિટિશ નાગરિક મિશેલને યુએઈથી મંગળવારે રાત્રે દિલ્હી લાવવામાં આવ્યો.

સૂત્રોના જણાવ્યા મુજબ, CBI હેડ ક્વાટર પહોંચતાં તેને પેનિક અટેક આવ્યો, તેથી ત્યાં ડૉક્ટર બોલાવવાની જરૂર પડી. સારવાર પછી લાંચની રકમની વહેંચણી અને સોદા અંગેના દસ્તાવેજની ઓળખાણને લઈને પૂછપરછ કરવામાં આવી. નાશ્તા પહેલા તેને સવારે 4 થી 6 વાગ્યા સુધી સૂવા દીધો. 6 વાગ્યા પછી CBI સ્પેશિયલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ ફરી તેની પૂછપરછ કરી. બુધવારે સાંજે લગભગ 4 વાગ્યે તેને પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો, જ્યાંથી તેને પાંચ દિવસની CBIની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો.

અન્ડર ગ્રાઉન્ડ લોકઅપમાં બંધ

અગાઉ, સીબીઆઇના સંયુક્ત ડિરેક્ટર સાઈ મનોહરની આગેવાની હેઠળની સીબીઆઈની એક ટીમ તેને મંગળવારે રાત્રે 10.35 વાગ્યે યુએઈથી દિલ્હી લાવી હતી. ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી, તેને સીબીઆઈ દ્વારા ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ત્યાંથી, તેને પોલીસ કાર અને બાઇકોના નાના કાફલામાં સીબીઆઈના હેડ ક્વાટરમાં લાવવામાં આવ્યો હતો. મોડી રાત્રે લગભગ 1.20 વાગ્યે સીબીઆઇના હેડ ક્વાર્ટર પહોંચ્યા પછી તેને 11 માળની ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પરના લોકઅપમાં રાખવામાં આવ્યો હતો.


આ પણ વાંચો :અગસ્તા કૌભાંડ: મિશેલના વકીલ જોસેફની કોંગ્રેસમાંથી હકાલપટ્ટી


લાંચની વહેંચણી અંગે પૂછપરછ

મિશેલ પાસેથી સીબીઆઈને જાણવું હતું કે ફિનમક્કેનિકા અને અગસ્તા વેસ્ટલેન્ડ સાથે તેની કંપનીઓએ મળીને 283 કરોડ રૂપિયા (4.22 કરોડ યૂરો)ની રકમની વહેંચણી તેણે આગળ કઈ રીતે કરી જેનાથી લાંચની રકમનું વિતરણ થયું તેની આખી ચેઇન (મની ટ્રેલ) ટ્રેસ થઈ શકે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK