કોર્ટના અમુક જસ્ટિસ પોતાને શહેનશાહ સમજે છે : પ્રશાંત ભૂષણ

ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સિનિયર જજો પાસેથી કેસ લઈને માનીતા જુનિયર જજોને ટ્રાન્સફર કરે છે

prashant

સુપ્રીમ કોર્ટના જજોની પ્રેસ-કૉન્ફરન્સ પછી સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ પ્રશાંત ભૂષણે પ્રસાદ મેડિકલ કૉલેજનો કેસ વર્ણવીને જજો વચ્ચે પ્રવર્તી રહેલા અસંતોષ વિશે મીડિયાને માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે ‘કેટલાક જજો પોતાને શહેનશાહ સમજવા લાગ્યા છે. તેઓ આજકાલ કોઈ પણ સવાલનો જવાબ આપવો જરૂરી નથી સમજતા.’

તેમણે કહ્યું હતું કે ‘પ્રસાદ મેડિકલ કૉલેજના કેસમાં તેમણે જે રીતે કર્યું એ ચોંકાવનારું હતું. તેમણે સિનિયર જજો પાસેથી કેસ લીધો, એને ડીલ કર્યો અને જુનિયર જજોને સોંપી દીધો. આ ગંભીર બાબત ન હોવા છતાં કોડ ઑફ કન્ડક્ટનું ઉલ્લંઘન ચોક્કસ હતું. ચીફ જસ્ટિસે જે રીતે તેમની સત્તાનો દુરુપયોગ કર્યો એથી કોઈ તો તેમને ટક્કર આપવાનું જ હતું.’

તેમણે કહ્યું હતું કે ‘જે રીતે આ ચારે જજો આગળ આવ્યા છે એ ઐતિહાસિક તેમ જ કમનસીબ ઘટના હોવા છતાં જરૂરી હતું. પ્રશ્ન એ છે કે તેઓ આમ શા માટે કરતા હતા? સ્પષ્ટ છે કે તે પોતાની તાકાતનો દુરુપયોગ કરતા હતા જેનું લાંબા ગાળે પરિણામ આવવાનું જ હતું. આ જજોએ પોતાની બંધારણીય ફરજ નિભાવી છે.

જજો પર લાંચના કેસની સુનાવણીમાં ગયા ૧૦ નવેમ્બરે પ્રશાંત ભૂષણ અને ચીફ જસ્ટિસ વચ્ચે બોલાચાલી થઈ હતી. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે બે જજોની બેન્ચના આદેશને રદ કર્યો જેમાં કેસની સુનાવણી માટે મોટી બેન્ચ બનાવવાનું કહેવામાં આવ્યું હતું. આદેશમાં જણાવાયું હતું કે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાને જ સુપ્રીમ કોર્ટમાં કામ વહેંચવાનો અધિકાર છે.’

સુનાવણી દરમ્યાન જસ્ટિસ મિશ્રાએ સખત શબ્દોમાં ટિપ્પણી કરતાં કહ્યું હતું કે આ આદેશની વિરુદ્ધ આપવામાં આવેલો કોઈ પણ આદેશ જરૂરી નહીં રહે તથા એને રદ માનવામાં આવશે. આ સંબંધે ભૂષણે ચીફ જસ્ટિસને આ કેસની સુનાવણીથી અલગ રહેવા જણાવ્યું હતું. તેમના મતે કેસના ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR)માં તેમનું નામ પણ સામેલ હતું.

આના પર ગુસ્સે થઈને જસ્ટિસ મિશ્રાએ કહ્યું હતું કે ‘મારા વિરુદ્ધ પાયાવિહોણા આરોપ લગાડવા છતાં હું તમને રાહત આપી રહ્યો છું અને એ તમે નકારી નહીં શકો. મારા વિરુદ્ધ કયો FIR? આ બકવાસ છે. FIRમાં મારા વિરુદ્ધ એક પણ શબ્દ નથી.’

ત્યાર બાદ તેમણે પ્રશાંત ભૂષણને કોર્ટના અવમાન માટે જવાબદાર ઠરાવ્યા હતા. પ્રશાંત ભૂષણે તેમના પરના આરોપોનો જવાબ આપવાની પરવાનગી માગતાં કોર્ટે એમ કરવાની મંજૂરી ન આપતાં પ્રશાંત ભૂષણ સુનાવણી વચમાં જ છોડીને ચાલ્યા ગયા હતા. કોર્ટરૂમમાંથી નીકળતી વખતે ભૂષણ સાથે ધક્કામુક્કી પણ કરવામાં આવી હોવાનું જણાવાય છે.          

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy